ETV Bharat / city

Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો - OASIS સંસ્થાની ગંભીર બેદરકારી

વડોદરા: 4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતિનો દેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મામલાની તપાસ કરતા યુવતિ સાથે વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ (Vadodara Rape Suicide Case) આચરવામાં આવ્યું હોવાની હકીકતો સામે આવી હતી. યુવતિ વડોદરાની ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી હતી. સંસ્થાના સંચાલકો યુવતિ સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં કોઇ મદદ કરી ન હતી. તથા તેના મૃત્યું બાદ પણ OASIS સંસ્થાની ગંભીર બેદરકારી સામે આવતા આખરે 33 દિવસ બાદ સંસ્થાના સંચાલકો સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ ( FIR file in Vadodara Rape Suicide Case ) નોંધાઇ છે.

Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

author img

By

Published : Dec 6, 2021, 10:40 PM IST

  • યુવતિ પર દુષ્કર્મ મામલે લાપરવાહી દાખવતી સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ
  • વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ બાદ વલસાડમાં આત્મહત્યા મામલો
  • યુવતિએ પોતાને બચાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીને અંતીમ મેસેજ કર્યો

વડોદરા: 4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતિનો દેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મામલાની તપાસ કરતા યુવતિ સાથે વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ (Vadodara Rape Suicide Case)આચરવામાં આવ્યું હોવાની હકીકતો સામે આવી હતી. યુવતિ વડોદરાની ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી હતી. સંસ્થાના સંચાલકો યુવતિ સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં કોઇ મદદ કરી ન હતી. તથા તેના મૃત્યું બાદ પણ સંસ્થાની ગંભીર બેદરકારી સામે આવતા આખરે 33 દિવસ બાદ સંસ્થાના સંચાલકો સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ ( FIR file in Vadodara Rape Suicide Case ) નોંધાઇ છે.

Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી

મુળ નવસારીની યુવતિ વડોદરાની ઓએસીસ સંસ્થામાં બે વર્ષથી એમ.એચ.ઇ.નો કોર્ષ કરી રહી હતી અને ઓએસીસ ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. અગાઉ યુવતિને સાયકલ પરથી ધક્કો મારી વેક્સીન ગ્રાઉન્ડ (Vadodara vaccine ground rape case)માં ખેંચી લઇ જઇ બે નરાધમોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, ત્યાર બાદ વેક્સીન ગ્રાઉન્ડ પાસે લક્ઝરી બસ પાર્ક કરવા માટે આવતા ડ્રાઇવર નરાધમોને જોઇ ગયો હતો અને ડ્રાયવર ટોમી લેવા જતા બે નરાધમો નાસી છુટ્યા હતા. ત્યાર બાદ યુવતિને કપડાં શોધી તેને પહેરાવી ડ્રાઇવરના મોબાઇલથી યુવતિએ તેની સંસ્થાના મહિલા સાથીને ફોન કર્યો હતો અને તેની સાથે તે જતી રહી હતી.

કાર્યવાહીમાં યુવતિની ડાયરી સામે આવી

બસ ડ્રાઇવરે આ મામલે પોલીસ ફરિયાદ કરી કે કેમ તે અંગે ફોન કરતા મહિલા સાથીએ ફોન નહિ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ 4 નવેમ્બરના રોજ યુવતિની ગુજરાત ક્વિનમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. જેને એક્સીડેન્ટલ ડેથ તરીકે નોંધ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં યુવતિની ડાયરી સામે આવી હતી. જેમાં તેણે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું લખ્યું હતું તથા ડાયરીમાંથી યુવતિએ લખેલા પાના સંસ્થાના જ કોઇએ ફાડી નાંખ્યા હોય તેવું અનુમાન છે. યુવતિ જ્યારે ટ્રેનમાં હતી ત્યારે તે મુશ્કેલીમાં મુકાઇ હોય તેવો મેસેજ પણ સંસ્થાના વડા સંજીવ શાહને કર્યો હોવાનો સ્ક્રિન શોટ બહાર આવ્યો હતો.

33 દિવસ વિતી ગયા છતા કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી

યુવતિના જીવન ટુંકાવવાની ઘટનાને 33 દિવસ વિતી ગયા છતા કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. આખરે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓએસીસ સંસ્થાના વડા સંજીવ કનૈયાલાલ શાહ ઓએસીસ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિતીબેન કનૈયાલાલ શાહ તથા સંસ્થાની વૈષ્ણવી મહેન્દ્રભાઇ ટાપરીયા સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીની સંસ્થા સામેની તપાસમાં વાત ધ્યાને આવી છે કે, વેક્સીન ગ્રાઉન્ડમાં ભોગ બનનાર યુવતિએ ઓએસીસના ટ્રસ્ટી તથા ટ્રસ્ટમાં કામ કરતી અન્ય છોકરીને દુષ્કર્મ અંગે જાણ કરી હતી. આ ગંભીર કિસ્સામાં સંસ્થા દ્વારા અથવા જવાબદાર વ્યક્તિઓ દ્વારા કોઇ કાર્યવાહી નહિ કરી કોગ્નીઝેબલ ગુનો બનેલો હોવાનું જાણવા છતાં છુપાવ્યું હતું. જો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા સમયસર પોલીસને જાણ કરવામાં આવી હોત તો ગુનાનો ભેદ ઉકેલવામાં તથા પુરાવા એકત્રીત કરવામાં સરળતા રહેતી તથા યુવતિનો જીવ પણ બચાવી શકાયો હોત. આટલું જ નહિ શરૂઆતના તબક્કામાં સંસ્થાના કર્તાહર્તા દ્વારા ડોક્યુમેન્ટ્રી પુરાવાઓ રજુ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી હતી. તેમની સઘન પુછપરછ બાદ જ પુરાવા આપ્યા હતા.

સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા સુધીની કાર્યવાહી

તપાસમાં પણ સહકાર આપ્યો ન હતો અને સંસ્થા સામે શહેર પોલીસ કમિશ્નર દ્વારા સોંપવામાં આવેલી તપાસ બાદ ગુનો નોંધવા તથા ઇંકવાયરીના આધારે સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસની યાદીમાં જણાવવામાં આવ્યું છે. અગાઉ આ મામલે વલસાડ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી ચુક્યો છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો: Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ

આ પણ વાંચો: Vadodara gang rape case : FSLનો રિપોર્ટ ચોંકાવનારો, યુવતી પર દુષ્કર્મ નહીં થયાના તારણ સાથે રેલવે પોલીસને સોંપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.