વડોદરા : વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા વેપારીએ પોતાને ત્યાં નોકરી કરતી યુવતી સાથે પ્રેમ (Vadodara Rape Case) સંબંધ બાંધી વારંવાર દુષ્કર્મ કરતો હતો. વેપારીએ દુબઇ મોકલી કહ્યું હતું કે, હું દુબઇ આવું છું, ત્યાં જ આપણે લગ્ન કરી લઇશું. જોકે તે પછી વેપારી દુબઇ પહોંચ્યો ન હતો. વેપારી દુબઇ ન પહોંચતાં યુવતીએ ભારત પરત આવી બાપોદ (Bapod Police Station Rape Case) પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વેપારીની ધરપકડ કરાઇ હતી. દુષ્કર્મી ચિરાગ પટેલ આજવા રોડ પર પટેલ (Vadodara Crime Case) કોર્પોરેશન નામે ટેન્ટ બનાવવાનો ધંધો કરે છે.
આ પણ વાંચો : પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો, સાવકા પિતા-ફૂઆએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ
લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી - 2021ના ઓગસ્ટમાં એક યુવતીને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરીએ રાખી હતી. આ દરમિયાન વેપારી ચિરાગ પટેલ અને યુવતી વચ્ચે દોસ્તી થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. ત્યારબાદ ચિરાગે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ પછી ચિરાગે દુષ્કર્મનો સિલસિલો જારી રાખ્યો હતો. વેપારીએ વડોદરા ઉપરાંત ગુજરાતનાં વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાં લઇ જઇ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. દરમિયાન યુવતીએ લગ્ન કરી લેવા માટે દબાણ કરતાં ચિરાગ પટેલે તેને કહ્યું હતું કે, તું દુબઇ જતી રહે, હું ત્યાં આવું પછી આપણે લગ્ન કરી લઇશું. જોકે યુવતી દુબઇ પહોંચ્યા બાદ એક મહિના સુધી ચિરાગ પટેલ ન આવતાં યુવતી ભારત પાછી આવી ગઇ હતી.
આ પણ વાંચો : Vadodara Rape Case: વાઘોડિયા તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં સાવલી કોર્ટે દોષિતને શું આપી સજા?
ચિરાગ પટેલ પરણિત હોવાનું સામે આવ્યું - ચિરાગ પટેલ પહેલેથી જ 2 સંતાનોનો પિતા નીકળ્યો હતો. તે ટેન્ટ બનાવવાનો ધંધો કરતો હતો. આ ઉપરાંત તે 2 સંતાનનો પિતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ચિરાગ પટેલ સામે અન્ય કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તે દિશામાં પણ બાપોદ પોલીસે (Vadodara Rape Crime) તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ યુવાનો બે મીઠી વાતોમાંં ભોળવાય જતા આ (Vadodara Merchant Raped) પ્રકારના કર્યોનો સામનો કરવો પડતો હોય છે.