ETV Bharat / city

વડોદરા રેલવે LCBએ પાર્સલના બોક્સમાંથી સાડા 3 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, 1ની ધરપકડ

વડોદરા રેલવે સ્ટેશનમાંથી (Vadodara Railway Station) સ્પેશિયલ ટ્રેનમાં વિદેશી દારૂ (LCB seized Alcohol) ઝડપાતા રેલવે તંત્ર ચોંકી ઊઠ્યું હતું. રેલવા LCBએ બાન્દ્રા ભુજ સ્પેશિયલ ટ્રેનમાં (Bandra Bhuj Special Train) આવેલા પાર્સલની તપાસ કરતાં તેમાંથી આ દારૂ ઝડપાયો હતો.

વડોદરા રેલવે LCBએ પાર્સલના બોક્સમાંથી સાડા 3 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, 1ની ધરપકડ
વડોદરા રેલવે LCBએ પાર્સલના બોક્સમાંથી સાડા 3 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, 1ની ધરપકડ
author img

By

Published : Oct 11, 2022, 11:12 AM IST

વડોદરા દારૂની હેરાફેરી કરનારા લોકો હવે બેફામ બન્યા છે. ત્યારે હવે રેલવે સ્ટેશનમાં (Vadodara Railway Station) રેલવે LCBને પાર્સલ સેવામાં વિદેશી દારૂ (LCB seized Alcohol) આવતો હોવાની બાતમી મળી હતી. તેના આધારે રેડ કરતા 35 પાર્સલના બોક્સમાંથી 3.30 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રેલવેમાં આ દારૂની હેરાફેરીને લઈ રેલવે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

રેલવે તંત્ર ચોંકી ગયું વડોદરા રેલવે સ્ટેશન ખાતે (Vadodara Railway Station) બાન્દ્રા ભૂજ સ્પેશિયલ ટ્રેનમાં (Bandra Bhuj Special Train) વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે તંત્ર પણ ચોંકી ઉઠયું છે. રેલવે LCBના સૂત્રોના જણાવ્યા મુજબ, સાંજના સમયે બાન્દ્રા ભુજ સ્પેશિયલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન (Vadodara Railway Station) ખાતે આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈલેકટ્રીક ગુડસ લખેલા કેટલાક પાર્સલ લીકેજ જણાયા હતા અને તેમાંથી ચીકુની વાસ આવતી હતી. જેને પગલે એલસીબી પીઆઈ વીરેન્દ્ર આહીરની ટીમને પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો (LCB seized Alcohol) મળી આવી હતી.

લાખોનો મુદ્દામાલ જપ્ત પોલીસે 50 કરતાં વધુ પાર્સલો ની તપાસ કરવામા આવી હતી જેમાંથી 35 પાર્સલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 2,484 નંગ મળી આવ્યો હતો. આ પાર્સલની વિતરણ વ્યવસ્થા પાર્સલ ઓફિસમાં કોન્ટ્રાકટ ધરાવતો દીપસિંહ ભદુરીયા કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં તેની ધરપકડ કરાઈ હતી. પાર્સલ મોકલનારનું નામ બોકસ અને તે અંગેના કાગળીયા પર તિમિર લખેલું હતું, જે ખોટું હોવાનું પોલીસ માની રહી છે.

આરોપીએ કર્યો ખૂલાસો રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી (Vadodara Railway Station) આવતા પાર્સલ એક બોકસ લોડીંગ કરવાની મજૂરી 10 રૂપિયા મળે છે. પરંતુ બુટલેગરો કોન્ટ્રાકટરને 100 રૂપિયા બોક્સદીઠ આપતા હતા. આરોપી દીપસિંહ ભદુરીયાએ પુછપરછમાં જણાવ્યું હતું કે, ‘અગાઉ 20 પાર્સલ મેં આ રીતે મોકલ્યા હતા પણ આ સિવાય બીજા કોઈ પાર્સલ મેં મોકલ્યા નથી. જોકે, પોલીસને દીપસિંહની વાત ભરોસો નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે રેલવે પોલીસે (Vadodara Railway Police) વધુ તપાસ હાથ ધરી છે કે આ અગાઉ ક્યાં ક્યાં આ રીતે દારૂ મોકલવામાં આવ્યો છે.દારૂ મોકલનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ ઇસમ પર પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.