વડોદરાઃ શહેરમાં બુટલેગરો શહેર પોલીસ તંત્રના અને રાજ્ય સરકારની દારૂબંધીના ધજાગરા ઉડાવી રહ્યા છે. સાથે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ પોલીસ તંત્રના અને દારૂબંધીના ધજાગરા ઉડાવી રહ્યા છે. શહેરના નિઝામપુરા મહેસાણાનગર રોડ ઉપર દારૂના નશામાં ધૂત કારચાલક પોલીસ જવાને એક્ટિવા સવાર વૃદ્ધ દંપતિ તેમજ એક રિક્ષા ચાલકને અડફેટમાં લેતાં ઇજાઓ પહોંચાડી (Vadodara policeman uproar ) હતી.
આ પણ વાંચોઃ જામનગર પોલીસ જવાન પર હુમલો, જાણો વિગતવાર...
લોકોએ ઝડપી સ્થાનિક પોલીસને સોંપ્યો- આ બનાવ અંગે દારૂના નશામાં ધૂત પોલીસ જવાનને સ્થાનિક લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ જવાનની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. વડોદરા જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતો પોલીસ જવાન પ્રદીપ ગઢવી (Vadodara policeman Pradeep Gadhvi )દારૂના નશામાં પોતાની કાર લઇને નિઝામપુરા મહેસાણા નગર તરફથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન સ્ટેયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા પસાર થઇ રહેલા એક્ટિવા સવાર વૃદ્ધ દંપતિ અને એક રિક્ષા ચાલકને અડફેટે લઇ કાર રોડની વચ્ચેના ડિવાઇડર અથડાવી દીધી હતી. આ ઘટનામાં દંપતી તેમજ રિક્ષાચાલકને ઇજા (Vadodara policeman uproar ) પહોંચી હતી.
આ પણ વાંચોઃ પુણેમાં ટ્રાફિક પોલીસ જવાન કારના બોનેટ પર ચડ્યો, જુઓ વીડિયો
વડોદરાના નિઝામપુરા મહેસાણાનગર પાસે બનેલા આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયાં હતાં. કારચાલક જવાનને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યો હતો. કારમાં (Alcohol found in Vadodara policeman car) તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલ અને સોડાની બોટલ મળી (Vadodara policeman uproar ) આવી હતી. તપાસ દરમિયાન આ કારચાલક જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતો પ્રદીપ ગઢવી (Vadodara policeman Pradeep Gadhvi )હોવાનું અને દારૂના નશામાં ધૂત હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે પોલીસ જવાન પ્રદીપ ગઢવી સામે ગુનો (Vadodara Crime news ) દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.