- વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
- વડોદરાના પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી
- પોલીસ કોન્સ્ટેબલના ત્રણ સાગરીતોની શોધખોળ હાથધરી
વડોદરાઃ મુંબઈના યુવાન કન્સલ્ટન્ટ વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપાતા તેની સામે ગુનો નોંધવાના બહાને તેની પાસેથી 20 હજારનો તોડ કરી તેમજ તેની કારમાંથી ફોન,એપલવોચ અને રોકડ સહિત 98 હજારની મત્તા પણ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલો માંજલપુર પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ સામે અને ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો
ગુનામાં સંડોવણી સપાટી પર આવતા તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે. તેમજ તેની સામે ખાતાકિય કાર્યવાહી કરી ફરજ મોકુફીની પણ પોલીસે તજવીજ શરૂ કરી છે. ગત 12 મી નવેમ્બરની રાત્રે ચાપડ રોડ પરથી એકલા કારમાં જઈ રહેલા મુંબઈમાં રહેતા ખાનગી કંપનીના કન્સલ્ટન્ટ 42 વર્ષીય અમિતકુમાર અરુણકુમારને માંજલપુરના પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર અને તેના ત્રણ સાગરીતોએ કારમાં વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી પાડી તેમની પાસેથી કેસ નહી કરવા માટે 20 હજારનો તોડ કર્યો હતો અને કારમાંથી રોકડા 18 હજાર, એપલવોચ અને ગુગલ પિક્સલફોન સહિત 98 હજારની મત્તા પડાવી લીધો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ કમિશનરને કરાઈ
જે બનાવની અમિતકુમારે મંગળવારે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેગુનામાં ઝડપાયેલા પોલીસ કન્સ્ટેબલ રમેશ ગલસરનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે રમેશ ગલસરની ચાપડરોડ પર ડ્યુટી નહી હોવા છતાં તે માત્ર તોડ કરવા માટે જ તેની ખાનગી સ્કોર્પિયો કારમાં ત્રણ સાગરીતો સાથે ત્યાં ગયો હતો. કોન્સ્ટેબલ રમેશને કાલે રિમાન્ડ પર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ તેમની વિરુધ્ધ ખાતાકિય તપાસ કરી ફરજમોકુફી પણ કરાશે. હાલ તેના ત્રણ સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વડોદરા દારૂબંધીના ગુનામાં 20 હજારનો તોડ કર્યા બાદ આરોપીને લૂંટી લેનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ - વડોદરા પોલીસ કોન્સ્ટેબલ ધરપકડ
વડોદરાના પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર ત્રણ સાગરીતો સાથે દારુના આરોપીઓનો ગુનો ન નોંધવા તેમની પાસેથા લાંચ લેતા ઝડપાયા હતાં. આ અંગે પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે.
Vadaora