ETV Bharat / city

Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ

વડોદરા SOGએ રાજ્યમાં ડ્રગ્સ નેટવર્ક ચલાવતી ગેંગનો (Vadodara Drugs Case) કાઠલો ઝાલ્યો છે. વડોદરા SOGએ ચાર શખ્સોની લાખો રૂપીયાનો માલ જપ્ત કર્યો છે. જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સનો ધંધો કરવા માટે મહિલાનો (Drugs Network in Gujarat) ઉપયોગ કરતા હતા. પરંતુ પોલીસે કેવી રીતે આ ગેંગની પકડી પાડી જૂઓ..

Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ
Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ
author img

By

Published : Jun 14, 2022, 1:20 PM IST

વડોદરા : ડ્રગ્સનુ દુષણ દિવસેને દિવસે યુવા પેઢીને કંગાળ બનાવી રહ્યું છે. ડ્રગ્સના દુષણને ડામવા માટે (Vadodara Drugs Case) લાંબા સમયથી રાજ્યની પોલીસ અને દેશની વિવિધ એજન્સીઓ દિવસ રાત એક કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. તેવામાં હવે ડ્રગ્સની લાઇન મધ્યપ્રદેશના (Drugs Network in Gujarat) રતલામથી પણ ચાલતી હોવાનું સામે આવ્યું છે.

વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ

બાતમીના આધારે વોચ ખોઠવી : શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના (Vadodara SOG) ASI હેમંતને બાતમી મળી હતી કે, તાંદલજા ખાતે રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તન્વીર ઉર્ફે તન્નુ શબ્બીર હુસેન મલેક અને મુંબઇની મધુમિતા ઉર્ફે અનામિકા સરદાર સિંગ સહિતની ટોળકી મધ્યપ્રદેશથી MD ડ્રગ્સનો જથ્થો લઈ હાલોલ હાઇવેથી વડોદરા આવવાના છે. જેને લઈને ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમ ગોલ્ડન ચોકડી સ્થિત ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી.

આ પણ વાંચો : 250 કરોડનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું... પાકિસ્તાની માફિયાનું કરતબ જોઈ ATS પણ ચોંકી ગઈ

મહિલા સાથે શખ્સો - બાતમી આધારે ગાડીને જોતા SOGની ટીમ સર્તક થઇ ગઇ હતી. કાર ટોલનાકા નજીક આવેલા દરજીપુરા RTO રોડ પરની ટોબેકો કંપનીની કમ્પાઉન્ડ વોલ પાસે ઉભી હતી. જેથી કારમાં તપાસ કરતા એક મહિલા સહિત ચાર શખ્સો મળી આવ્યા હતા. જેમાં બિચ્છુ ગેંગનો તન્વીર ઉર્ફે તન્નુ હોવાની પણ ખાતરી થતાં (Drugs Gang in Vadodara) તમામની અંગઝડતી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat ATS Arrest : ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓ દબોચી લીધાં, આ રીતે કરતાં હતાં કાળો કારોબાર

લાખોનો મુદ્દામાલ ઝડપાયો - કારમાં સવાર તમામની અંગઝડતી કરતા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે આ ચારેયની પૂછતાછ કરતા મધ્યપ્રદેશ ખાતે ઉજ્જૈન-ઇન્દોર હાઇવેની વચ્ચે આવેલી શીતલ હોટલ પાસે રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ પાસેથી ખરીદ્યો હોવાનું ખુલ્યુ હતુ. તેમજ કોઈને શંકા ન જાય તે માટે મુંબઈની મધુમિતા ઉર્ફે અનામિકાને કારમાં પોતાની સાથે રાખતા હોવાનું કહાની બહાર આવી હતી. જેથી પોલીસે આ મામલે બિચ્છુ ગેંગના તન્વીર ઉર્ફે તન્નુ શબ્બીર મલેક, પાર્થ ઉર્ફે સરદાર પ્રદિપ શર્મા, શેહબાઝ મુસ્તુફા પટેલ અને મધુમિતા ઉર્ફે અનામિકા રોહિત સીંગ સામે NDPSનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી 8,10,400ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ 12,08,730નો મુદ્દામાલ જપ્ત (Vadodara Crime Case) કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.