ETV Bharat / city

રાજસ્થાની વેશ ધારણ કરી પોલીસે 15 ગુનામાં સંડોવાયેલો અને 15 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો - જવાહરનગર પોલીસ સ્ટેશન

વડોદરાનો કુખ્યાત ઓઈલચોર અમરસિંહ રાઠોડ રાજસ્થાનથી ઝડપાઈ (Vadodara Police Arrested Notorious thief) ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે રાજસ્થાની પહેરવેશ ધારણ કર્યો હતો. 15 જેટલા ગુનામાં સંડોવાયેલા અને 15 મહિનાથી ફરાર એવા કુખ્યાત આ ચોરને પકડવામાં પોલીસને મોટી સફળતા (Vadodara Crime News) મળી છે.

રાજસ્થાની વેશ ધારણ કરી પોલીસે 15 ગુનામાં સંડોવાયેલો અને 15 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

author img

By

Published : Oct 15, 2022, 10:21 AM IST

વડોદરા આરોપીઓને પકડવા માટે પોલીસ કેટલી તનતોડ મહેનત કરતી હોય છે તેનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં મળ્યું છે. વડોદરા પોલીસે કુખ્યાત ઓઈલ ચોર આરોપી અમરસિંહ રાઠોડને રાજસ્થાનથી ઝડપી (Vadodara Police Arrested Notorious thief) પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે 2 દિવસ ડુંગળી વેચવાના ટ્રકમાં ફરીને રેકી કરી હતી. પોલીસે રાજસ્થાની પહેરવેશ ધારણ કરીને આરોપીને પકડવામાં સફળતા (Vadodara Crime News) મળી હતી.

આરોપી નાસતો ફરતો હતો આ કુખ્યાત આરોપી ONGCની લાઇનમાં (ONGC Oil Pipeline) પંકચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતા, 15 જેટલા ગુનામાં સંડોવાયેલા અને 15 મહિનાથી ફરાર રીઢા કુખ્યાત ચોર અમરસિંહ રાઠોડને રાજસ્થાનના ભીલવાડાથી ઝડપી પાડવામાં વડોદરા શહેર પીસીબીને મોટી સફળતા મળી છે. ઘણા સમયથી અલગ-અલગ રાજ્યમાં નાસતો ફરતો ગુનેગાર પોલીસની (Vadodara Police) પકડમાં આવી જતા અનેક ભેદ (Vadodara Crime News) ખુલ્યા છે.

આરોપી નાસતો ફરતો હતો

ટ્રાન્સપોર્ટ કમ્પાઉન્ડમાં લવાતું હતું ઓઈલ વડોદરા પી.સી.બીને (PCB Vadodara) બાતમી મળી હતી કે, વડોદરામાં રહેતો કાલા સોનાકિંગ અમરસિંહ રાઠોડ ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પંકચરના કેસોમાં પકડાયેલો છે. તેણે હાલમાં રૂરલ વિસ્તારમાં કોઇક જગ્યાએ પાઇપ લાઇનમાં પંકચર કર્યુંં છે અને આ પાઇપ લાઇનમાંથી ચોરી કરેલ ક્રુડ ઓઇલ ભરીને રણોલી આઇ.પી.સી.એલ. બ્રીજ પાસે આવેલી શશિ યાદવની યાદવ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં (Yadav Transport Compound) લાવતો હતો. અહીંથી ઈલેક્ટ્રીક મોટર દ્વારા ટેન્કરોમાં ચોરી કરી લાવેલા ક્રૂડ ઓઈલ ખાલી ટેન્કરોમાં ભરી સપ્લાય કરે છે. હાલમાં આરોપી અમરસિંહની ટેન્કરો ક્રુડ ઓઇલ ભરીને યાદવ ટ્રાન્સપોર્ટ ખાતે આવી છે અને રીફીંલીગનું કામ ચાલુ છે. આ રીતે હકીકત મળતા પોલીસે રેડ પાડી હતી.

43 લાખનો મુદ્દામાલ કબજે બાતમીવાળી જગ્યા યાદવ ટ્રાન્સપોર્ટ રણોલી (Yadav Transport Compound) આઇ.પી.સી.એલ બ્રીજ પાસે વડોદરાથી પાદરા રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસ હાઇવે રોડને અડીને રાયપુરા-દરાપુર ગામની સીમમાં આવેલ ખેતર પાસેથી ઓ.એન.જી.સીની ટ્રક પાઇપ (ONGC Oil Pipeline) લાઇન ઉપર પંકચર કરી વાલ્વ બેસોડી ક્રૂડ ઓઇલની ચોરી કરી હતી. ક્રૂડ ઓઇલ સાથે કુલ કિંમત રૂપિયા 43,15,150 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં (Jawaharnagar Police Station) ગુનો દાખલ કરી હાલ સુધી છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ગુનામાં મુખ્ય આરોપી અમરસિંહ સહીત કુલ ત્રણ આરોપીઓ ફરાર હતા. આ ફરાર આરોપીને શોધવા માટે પોલીસે એક ટીમની રચના કરી છે.

આરોપી અમરસિંહ રાઠોડ પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આરોપી વિરૂદ્ધ કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું છે. તેમ જ આરોપીને ફરારી જાહેર કરવામાં આવ્યો હતો. અમરસિંહ રાઠોડની ટેકનિકલ તથા હ્મુમન સોર્સ આધારે તપાસ કરતા આરોપી રાજસ્થાન ભીલવાડાના ગુરલા ખાતે ઓમપાલસિંહ નામે રહેતો હોવાની હકીકત મળી હતી. તેને ઝડપી પાડવા પોલીસની ટીમ રાજસ્થાન (Vadodara Police) પહોંચી હતી. પોલીસે (Vadodara Crime News) રાજસ્થાની પહેરવેશ ધારણ કરી સતત બે દિવસ સુધી ડુંગળી વેચવાવાળા ઇસમના ટેમ્પામાં ફરી આરોપીના રોકાણવાળા વિસ્તારથી વાકેફ થયા હતા. અને આરોપીની અવર જવરવાળી જગ્યાઓ ટાર્ગેટ કરી વોચ રાખી અને ભીલવાડાથી અમરસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો. અમરસિંહ વિરૂદ્ધ અત્યાર સુધીમાં જુદી-જુદી જગ્યાએ 20 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે.

આ આરોપીઓની ધરપકડ પોલીસે (Vadodara Crime News) આરોપી હનુમાન રંગલાલ વણઝારા, શશિકાન્ત ઉર્ફે શશી દયારામ યાદવ, જસ ઉર્ફે મફત મથુરભાઇ સોલંકી, અરૂણા અમરસિંહ રાઠોડ, કેયૂર ગોપાલભાઈ તિવારી, જયેન્દ્ર ઉર્ફે જયુ અમરસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી સંજય ઉર્ફે કાલીયો (રહે. રણોલી) અને મદનલાલ લક્ષ્મણ વણઝારા (રહે,રાજસ્થાન) હજી પણ ફરાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.