- વડોદરા શહેર નજીકના સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પીસીબીના દરોડા
- આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવામાં આવતું હતું
- આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
વડોદરા: શહેર નજીકના સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી ફેક્ટરી પર આજે પીસીબીની(Vadodara PCB raids) ટીમે દરોડા પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.પીસીબીએ સ્થળ પરથી સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ(Alcoholic syrup) બનાવવાના ઉપકરણો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલિક સિરપ બનાવવામાં આવે છે.
બાતમીના આધારે પીસીબીએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી આલ્કોહોલની ગંઘ આવી રહી હતી. જેને ધ્યાને લઈ સ્થળ પર રહેલ સિરપની બોટલના માર્કા જોવામાં આવ્યા હતા. જેમાં તામામ સિપરની બોટલ પર લખવામાં આવ્યું હતું કે આ આયુર્વેદિક સિરપ છે. આ ઉપરાંત બોટલ પર કોઈ કંપનીનું નામ પણ ન હતું. આ સિરપ બનાવવાનો માલસામાન ચકાસતા તે અલગ-અલગ કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન તે કેમિકલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ ફેક્ટરી અંગે તપાસ કરતા આ ફેક્ટરી એક મહિનાથી ભાડે રાખી હોવાનું ખલ્યું હતું.
દરોડા દરમિયાન પીસીબીએ સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે સ્થળ પરથી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે પીસીબીએ નંદેસરી પેલીસ સ્ટેશન ખાતે અરજી નોંધી આલ્કોહોલિક સિરપના કૌભાંડ સાથે સંકડાયેલ માસ્ટરમાઈન્ડની ખોજ આરંભી છે
આ પણ વાંચો:
Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પુણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું
શાળા,કોલેજમાં ભણતી યુવતીઓ જ્યારે ડ્રગ્સની બંધાણી બને છે ત્યારે જાણો શું હાલત થાય છે