- ગોરવા પોલીસ સ્ટેશનમાં AK ઇન્ડસ્ટ્રીઝના માલિક નીતિન કોટવાણી સામે નોંધાઈ ફરિયાદ
- FSLની રિપોર્ટમાં થયો ચોકવાનોરો ખુલાસો
- પોલીસે કરી કંપનીના માલિકની કરી ધરપકડ
વડોદરા: ગોરવા BIDCમાં આવેલી એક કંપનીમાંથી પોલીસે મંગળવારે મોડી રાતે રેડ પાડી 45.35 લાખનો સેનિટાઇઝરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ અંગે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લીધી હતી અને મોડીસાંજ સુધી PCB PIની ઉચ્ચ અધિકારીઓ સાથ મીટિંગ ચાલી હતી.
ઝેરી સેનેટાઇઝર જથ્થો મળી આવ્યો
હાલમાં સેનિટાઇઝર લારી ગલ્લા પર પણ વેચાણ થઈ રહ્યા છે. ત્યારે PCB પોલીસને માહિતી મળી હતી કે, ગોરવા BIDCમાં નીતિન કોટવાણી નામનો વ્યક્તિ એ.કે.ઇન્ડસ્ટ્રીઝના નામે સેનિટાઇઝરનું ઉત્પાદન કરે છે. તેમા શરીરને હાનિકારક દ્રવ્ય ઉમેરે છે, જેથી રાતે સાડા બાર વાગ્યે PCBની ટીમે ફેક્ટરીમાં રેડ પાડી હતી. ફેક્ટરીમાંથી મળેલા સેનિટાઇઝરની ક્વોલિટી ચેક કરવા માટે પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેતા ચોકવનારા ખુલાશ થયા હતા સેનેટાઇઝરમાં ઝેરી પ્રવાહનો ઉપયોગ થયાનું જણાઈ આવ્યું હતું