ETV Bharat / city

વડોદરાના સયાજીરાવ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા - કે.એમ.મુન્શી હોલ

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના બોયઝ હોસ્ટેલમાં આવેલા કે.એમ.મુન્શી હોલમાં દારૂની મહેફિલ માણતા બે વિદ્યાર્થીઓ બહારથી આવેલા બે મિત્રો સાથે ઝડપાયા હતા.

વડોદરાના સયાજીરાવ યુનિવર્સીટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા

author img

By

Published : Feb 14, 2020, 8:37 PM IST

વડોદરાઃ શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના બોયઝ હોસ્ટેલના કે.એમ.મુન્શી હોલમાંથી મોડીરાત્રે વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બે બોટલો ઝડપાઈ હતી. વોર્ડનને શંકા જતાં વિજિલન્સને જાણ કરતાં રેડ કરાઈ હતી. જેમાં બે વિદ્યાર્થીઓ સહિત બે ભૂતપૂર્વ વિદ્યાર્થી પકડાયા હતા. તમામને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

વડોદરાના સયાજીરાવ યુનિવર્સીટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા

એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કે.એમ. મુન્શી હોલમાં રૂમ નંબર 45માં દારૂની મહેફિલ થતી હોવાની શંકા વોર્ડનને ગઇ હતી. જેના પગલે હોલના વોર્ડને વિજિલન્સને જાણ કરી હતી. વિજિલન્સ સહિત સિક્યુરિટીના સ્ટાફે ચેકિંગ હાથ ધરતાં યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ તથા બે પૂર્વ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી બેગમાંથી 2 દારૂની બોટલ મળી હતી. જે ચારેયને પોલીસને સોંપી દેવાયા હતા.

દારૂની બોટલ મળી આવ્યા પછી વિજિલન્સ દ્વારા કે. એમ.મુન્શી હોલના તમામ રૂમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ઉપરાંત બોયઝ હોસ્ટેલના અન્ય હોલોમાં પણ મધરાત્રે ચેકિંગ કરાયું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની સાથે બહારથી દારૂની બોટલો લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હોસ્ટેલના ગેટ પર ચેકિંગમાં છીંડાં હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂનું વેચાણ થતું હોવાનું આ ઘટના બાદ ફલિત થાય છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓને સયાજીગંજ પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં તેઓની પૂછ પરછ કરી જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.