ETV Bharat / city

આયુર્વેદિક રાખડીઃ વડોદરાના ઉદ્યોગ સાહસિકે બનાવી અનોખી રાખડી, જે બચાવશે કોરોનાથી - vadodara in neutral rakhi

વડોદરામાં ભારતીય પરંપરા અનુસાર ઉજવવામાં આવતા રક્ષાબંધનના તહેવારમાં બહેન હવે તેના વ્હાલસોયા ભાઈના હાથ પર ગાયના છાણમાંથી બનેલી આયુર્વેદિક રાખડી બાંધી ભાઈના દીર્ધાયુ સાથે ભાઈને કોરોના વાઈરસથી બચાવવાની કામના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતની હાંકલને અનુસરીને વોકલ ફોર લોકલ સૂત્રને મૂર્તિમંત્ર કર્યું છે. વડોદરાના ઉદ્યોગ સાહસિકે ગાયના છાણમાંથી રાખડીઓ બનાવીને બજારમાં વેચાણમાં મુકી છે.

આયુર્વેદિક રાખડીઃ વડોદરાના ઉદ્યોગ સાહસિકે બનાવી અનોખી રાખડી, જે બચાવશે કોરોનાથી

author img

By

Published : Aug 1, 2020, 3:54 PM IST

વડોદરાઃ કોરોના વાઈરસની મહામારી તેમજ જે રીતે ચાઈનીઝ વસ્તુઓએ ભારતીય બજારોમાં આવી ઘર ઘર સુધી પહોંચી છે, ત્યારે રક્ષાબંધનના તહેવારમાં ચાઈનીઝ રાખડીઓ સ્થાને ભારતીય બનાવટની વૈદિક રાખડીઓ બનાવી છે. વડોદરાનાં ઉદ્યોગ સાહસિકે ગૌમાતાના છાણમાંથી રાખડીઓ બનાવવાનું શરૂ કર્યું છે. કોરોના વાઈરસની મહામારીમાં ગૌમાતાના છાણમાંથી બનાવેલ રાખડીઓની વધુ માગ ઉભી થઈ રહી છે.

આયુર્વેદિક રાખડીઃ વડોદરાના ઉદ્યોગ સાહસિકે બનાવી અનોખી રાખડી, જે બચાવશે કોરોનાથી

મુકેશભાઈએ ગૌશાળામાંથી ગાયનું છાણ વધુ પ્રમાણમાં મળી રહે છે. ત્યારે તેમાંથી રાખડી બનાવવાનું શરૂ કર્યું છે. તેને પ્રોસેસ કર્યાબાદ વિવિધ કદ અને ડિઝાઈનની રાખડીઓની ડાઈ બનાવીને ગાયના છાણમાંથી રાખડીઓ બનાવડાવીને તેના પર સુશોભન કરવા માટે ગ્રામ્ય મહિલાઓને તૈયાર કરીને વ્યવસાય શરૂ કર્યો. આ સાથે વડાપ્રધાનનાં આત્મનિર્ભર ભારતનાં સૂત્રને ચરિતાર્થ કર્યું છે. સાથે ગ્રામ્ય વિસ્તારોની 65 જેટલી બહેનોને કોરોનાનાં કપરા સમયમાં રોજગારી આપી રહ્યા છે.

ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓ તથા રાખડીઓનો ઉપયોગ કરવાથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. પ્લાસ્ટિકના ઉપયોગને કારણે મનુષ્ય તથા પશુઓને ઘણું નુકસાન થતું હોય છે. સાથે-સાથે ચીનની બનેલી રાખડીઓનો બહિષ્કાર કરીને સ્વદેશી રાખડીઓનો ઉપયોગ થાય તો રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે. તેવા હેતુથી શહેરનાં ઉદ્યોગ સાહસિક મુકેશ આયુર્વેદિક રાખડીયોનું ઉત્પાદન શરૂ કર્યું છે. ત્યારે આ વર્ષે ભાઈના હાથ પર ગૌમાતાના છાણમાંથી બનાવેલ રાખડીઓ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.