ETV Bharat / city

વડોદરાની તરસાલી શાક માર્કેટ પાસે કારમાં આગ લાગતા નાસભાગ, મહિલાનો આબાદ બચાવ

વડોદરા શહેરના તરસાલી શાક માર્કેટથી બરોડા ડેરી તરફ જતી કારનાં બોનેટમાં આગ લાગતાં નાસાભાગ મચી હતી. દરમિયાન તરસાલી પોલીસ ચોકીમાં હાજર પોલીસ કર્મીઓ પણ દોડી આવ્યા હતા. આ બનાવમાં મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો.

author img

By

Published : Feb 28, 2020, 4:36 AM IST

વડોદરાની તરસાલી શાક માર્કેટ પાસે કારમાં આગ લાગતા નાસભાગ, મહિલાનો આબાદ બચાવ
વડોદરાની તરસાલી શાક માર્કેટ પાસે કારમાં આગ લાગતા નાસભાગ, મહિલાનો આબાદ બચાવ

વડોદરાઃ સામાન્ય રીતે કોઇ પણ બનાવ બને ત્યારે લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઇ જતા હોય છે. ટોળામાં રહેલા કેટલાક શબ્સો પહેલા મદદરૂપ થવાને બદલે ઘટનાની ફોટોગ્રાફી કરવામાં લાગી જાય છે. ફોટોગ્રાફી થઇ જાય એટલે આ લોકો વળી પાછા ટોળામાં ભળી પણ જઇ અલુપ્ત થઇ જાય છે. તેવું જ કંઇ ગુરૂવારની ઢળતી સાંજે તરસાલી પોલીસ ચોકી સામે બન્યું હતું.

ગુરુવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ એક મહિલા પોતાની કાર લઇને તરસાલી શાક માર્કેટથી બરોડા ડેરી તરફ જઇ રહી હતી. તેવામાં શરદનગર પાસેની તરસાલી પોલીસ ચોકી સામે પહોંચતા જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નિકળવાના શરૂ થતા મહિલાએ કાર રસ્તા વચ્ચે જ ઉભી કરી દઇ ઉતરી ગયા હતા.

જોત જોતામાં કારના બોનેટમાં આગ લાગી હતી. આ દ્રશ્યો જોઇ પોલીસ ચોકીમાં હાજર કમીઓ તાત્કાલીક બહાર દોડી આવ્યાં હતા. તેમજ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને આસપાસમાં રહેતા લોકોના ટોળા એકત્ર થયા હતા. કારના બોનેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા કેટલાક શખ્સોએ રસ્તા પરની ધુળ આગ પર નાખી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કેટલાક તો માત્ર મોબાઇલ ફોનમાં આગનુ રેકોડીંગ કરતા નજરે પડી રહ્યાં છે. કારના બોનેટમાં લાગેલી આગ ગણત્રીની મીનિટોમાં આખી કારમાં પ્રસરી ગઇ હતી. દરમિયાન ઘટનાની જાણ ફાયર બ્રીગેડને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મહત્વની વાત તો એ છે કે જો તરસાલી પોલીસ ચોકીમાં ફાયર સેફટીના સાધનો હોત તો કદાચ કારને ભડથુ થતી અટકાવી શકાય હોત. પ્રાથમિક તબક્કે કારના રેડિયેટરમાં પાણી ઓછું હોવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.