- નવાયાર્ડ રેલ્વે યાર્ડમાં વહેલી સવારે આગ
- આગમાં મેમુંના 3 ડબ્બાને થયું નુક્સાન
- આગમાં કોઈ પ્રકારની જાનહાની નહીં
વડોદાર: શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલા નવાયાર્ડ ડિ કેબીન ખાતે મેમુ શેડમાં ઉભેલી ટ્રેનમાં અચાનક વહેલી સવારે આગ લાગી હતી. આગના બનાવને કારણે RPF અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં મેળવ્યો હતો, જો કે વહેલી સવારે આગ દુર્ઘટના બનતા ટ્રેનમાં મુસાફરો ના હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર પહોંચીને નમૂના લીધા હતા. ફોરેન્સિકના રિપોર્ટ બાદ રેલવે તંત્ર તે દિશામાં તપાસ કરશે.
વહેલી સવારે નવાયાર્ડ ડી કેબીન મેમુ ટ્રેનમાં આગ
લોકડાઉન હોવાના કારણે નવાયાર્ડ સ્થિત મેમુ શેડમાં મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા થોડા સમય સમયથી બંદ હાલતમાં પડી રહ્યાં હતા. આજે વહેલી સવાર 5-45 વાગ્યાના મેમુ ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક ત્રણ કોચ આગની ઝપેટમાં આવી ગયા હતા.
આ પણ વાંચો : પોરબંદરના જ્યુબેલી પુલ નજીક NDRFના જવાનોને લઈને જતી બસમાં અચાનક આગ લાગી
આગની ફોરેન્સીક તપાસ થશે
આગની જાણકારી ફાયર બ્રિગેડને કરતા ટિમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને મેમુ ટ્રેનના કોચમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ત્રણે કોચમાં આગ લાગતા કોઇ જાનહાનીની ઘટના બની ન હતી. આગની ઘટના બાદ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને નમૂના લેવામાં આવ્યા હતા. ફોરેન્સિકના રિપોર્ટ બાદ રેલવે તંત્ર આગળની કાર્યવાહી કરશે.