- આગામી ચૂંટણીને લઈને મેયર માટેનું જાહેરનામું
- ઉમેદવારો આવી ગયા હર્ષમાં...
- ભાજપે રોટેશન કરવાની કવાયત હાથ ધરી
વડોદરા: આગામી 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજનારી છે. ત્યારે મેયર માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પ્રથમ અઢી વર્ષમાં સામાન્ય કેટેગરીમાં પૂરુષ અને પછીના વર્ષમાં સામાન્ય કેટેગરીમાં મહિલા મેયર બનશે. તેને લઈને ચૂંટણી લડતા 31 જેટલા ઉમેદવારો હર્ષમાં આવી ગયા હતા. જો કે એસ.ટી માટે વોર્ડ નંબર 15માંથી એક પુરુષ અનામત માટે 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 15માં એસ.ટી. ઉમેદવાર જાહેર કરાયો હતો. તે વાતથી ડાયરેક્ટ મેયર પદ માટેની સીટ મળશે. અંદરોઅંદર ઉમેદવારોમાં કેટલાક લોકોએ સેટિંગ પણ કર્યા હતા.
એક પુરુષ અનામત માટે 27 ઉમેદવારોએ ફોર્મ ભરાયા
હાલ આઠ વર્ષ બાદ સામાન્ય કેટેગરી માટે મેયર બનવાનો સમય આવ્યો છે. 2013માં સામાન્ય કેટેગરીમાં ભાજપમાંથી ભરત શાહ મેયર બન્યા હતા. આગામી પાલિકાની ચૂંટણીમાં 76 ઉમેદવારીપત્ર નોંધાવ્યા હતા. વોર્ડ નંબર 15માં એસ.ટી. સીટમાંથી ડાયરેક્ટર મેયર બનવાનો લ્હાવો મળશે તે વાત વહેતી થઇ હતી. જેના કારણે એક પુરુષ અનામત માટે 27 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. આખરે ભાજપ કોઇ ચહેરો ના દેખાતા રોટેશન બદલવાની કવાયત હાથ ધરી હતી જેમાં ભાજપ સફળ પણ રહી.
કોણ છે મેયર પદની રેસમાં...?
મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેયરનું જાહેરનામું બહાર પડતા જનરલ કેટેગરીના ઉમેદવારોએ મેયર પદ માટે પણ દોડ લગાવી છે. જેમાં મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો પરાક્રમસિંહ જાડેજા જે એક વગદાર છે. શૈલેષ પાટીલ સુરતના ધારાસભ્ય સંગીતા પટેલના સંબંધી છે. જેને ડાયરેક્ટ ટિકિટ આપવામાં આવી છે. કોરોનામાં સફળ કામગીરી કરી હોય એવા ડોક્ટર શિતલ મિસ્ત્રી અને ડોક્ટર રાજેશ શાહની પસંદગી થઇ શકે તેમ છે. જો પાટીદાર ફેક્ટરની વાત કરવામાં આવે તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ અને ડૉક્ટર હિતેન્દ્ર પટેલની પસંદગી થઇ શકે તેમ છે અને મનોજ પટેલ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા. કેયુર રોકડિયા જે પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ હતાં. આ નામો છે કે જે હાલ મેયરપદ માટે ચર્ચાઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. ચૂંટણી બાદ કહી શકાય કે મેયરના પદ માટે પણ ગાંધીનગર-દિલ્હી સુધી પણ સામાન્ય કેટેગરીના ઉમેદવારો દોટ લગાવશે.