વડોદરા: રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona cases in Gujarat) વણસી રહી છે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઇ ગઇ છે, ત્યારે અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરામાં (Vadodara Corona Update) જોવા મળી રહ્યા છે. વડોદરામાં ત્રીજી લહેરમાં કોરોનાથી પહેલુ મોત થયાનું સત્તાવાર રીતે નોંધાયુ છે.
વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો
વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે, 15 જાન્યુઆરીએ વડોદરામાં કોરોનાના નવા 1211 કેસ નોંધાયા છે, તો વડોદરા ગ્રામ્યમાં કોરોનાના 87 કેસ નોંધાયા છે. 15 જાન્યુઆરીએ કોરોનાથી મોત થયુ હોવાનું પણ નોંધાયુ છે. કોરોનાની ત્રીજી લહેરમાં મોત થયાનો આ પહેલો સત્તાવાર આંકડો છે. આ સાથે જ વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 624 દર્દીના મોત થયા હોવાનું જાહેર થયુ છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 79,869 ઉપર પહોંચી ગઈ છે, તો બીજી તરફ કોરોનાના 270 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં (Vadodara Health Department) અત્યાર સુધીમાં કુલ 73,783 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.
વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ
મહત્વનું છે કે, 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે, તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 2,621 કેસ, તો સુરતમાં 2,215 કોરોનાના નવા કેસ અને વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો:
Corona case Vadodara: વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 862 કોરોના પોઝિટિવ કેસ
Vadodara Corona Update 2022 : એક જ દિવસમાં 281 કેસ નોંધાયા, મહાનગરપાલિકા ડોર ટુ ડોર ચેકીંગ કરશે