ETV Bharat / city

Vadodara Corona Update 2022 : એક જ દિવસમાં 281 કેસ નોંધાયા, મહાનગરપાલિકા ડોર ટુ ડોર ચેકીંગ કરશે - વડોદરા કોરોના અપડેટ 2022

વડોદરામાં આજે રેકોર્ડબ્રેક 281 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આવતીકાલથી શહેરમાં એક સપ્તાહ સુધી મહાનગરપાલિકા દ્વારા (door-to-door corona testing in vadodara ) ડોર ટુ ડોર ચેકીંગ કરી કોરોના ટેસ્ટ ( Vadodara Corona Update 2022) કરવામાં આવશે.

Vadodara Corona Update 2022 : એક જ દિવસમાં 281 કેસ નોંધાયા, મહાનગરપાલિકા ડોર ટુ ડોર ચેકીંગ કરશે

author img

By

Published : Jan 7, 2022, 9:06 PM IST

વડોદરા: શહેરમાં આજે રેકોર્ડબ્રેક 281 કોરોનાના પોઝિટિવ કેસ ( Vadodara Corona Update 2022) નોંધાયા છે. જેથી કુલ કેસ 73,692 થયા છે, જેમાં 947 એક્ટિવ કેસ છે, તો કુલ 72,122 દર્દીને રજા આપવામાં આવી છે, તો આવતીકાલથી શહેરમાં એક સપ્તાહ સુધી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ચેકીંગ કરી (door-to-door corona testing in vadodara ) લક્ષણો ધરાવતી વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

વડોદરામાં કોરોનાનો રાફડો ફાટ્યો

રાજ્યમાં રોકેટ ગતિએ કોરોનાના કેસમાં વધારો ( Vadodara Corona Update 2022) નોંધાઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. વડોદરામાં આજે કોરોનાના કેસનો બ્લાસ્ટ (Third wave of corona in Vadodara) થયો હતો. આજે કુલ 281 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ચિતા વધી છે. તો આ સાથે જ વડોદરામાં કોરોનાના કુલ કેસ 73,692 થયા છે, જેમાં 947 એક્ટિવ કેસ છે, કુલ 72,122 દર્દીઓને રજા આપવામાં આવી છે, વડોદરામાં આજે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોનના અત્યારસુધી કુલ 42 કેસ છે જેમાથી 30 કેસ એક્ટિવ છે. વડોદરામાં અત્યાર સુધી 30,03,019 લોકોને વેક્સીન મુકવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 56,261 બાળકોનું રસીકરણ કરાયું છે.

કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં
કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં

આજે ઓમિક્રોનનો એક પણ કેસ નહીં

વડોદરામાં રોજબરોજ કોરોનાના દર્દીઓ વધવાની સાથે ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં ( Vadodara Corona Update 2022) મુકાયું છે. જોકે આજે વડોદરામાં ઓમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધાતા તંત્રએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે. જેની સાથે સાથે વડોદરામાં આજે કોરોનાના 281 નવા કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. આ વખતે પહેલી વખત વડોદરામાં કોરોનાએ બેવડી સદી (Third wave of corona in Vadodara) ફટકારી છે.

આ પણ વાંચોઃ Awake OF Corona in Vadodara : સયાજી હોસ્પિટલનું તંત્ર અલાયદા વોર્ડ માટે સજ્જ

સયાજી હોસ્પિટલના MLO પણ કોરોના પોઝિટિવ

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં પણ કોરોનાની એન્ટ્રી ( Vadodara Corona Update 2022) થઈ છે. સયાજી હોસ્પિટલના મેડિકલ લિગલ ઓફિસર ડો. મહેશ્વરી કોરોના સંક્રમિત થયા છે. એમએલો ડો. મહેશ્વરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ કરવામાં આવ્યા છે. તો ડૉ. મહેશ્વરીના સંપર્કમાં આવેલા કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રીથી દર્દીઓની સારવાર કરતા તબીબોમાં ચિંતા વ્યાપી છે.

716 ટીમ ડોર ટુ ડોર ચેકીંગ કરશે

વડોદરાના મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે શહેરમાં ડોર ટુ ડોર ચેકીંગ કરવાના આદેશ આપ્યાં છે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી શહેરમાં ડોર ટુ ડોર ચેકીંગ કરવામાં આવશે. 716 ટીમ શહેરના 4,96,859 મકાનોમાં ચેકીંગ કરશે. અને કુલ 19,19,526 લોકોનો સર્વે કરશે. અને જે પણ વ્યક્તિમાં લક્ષણો જણાશે તેમના કોરોના ટેસ્ટ (door-to-door corona testing in vadodara )કરવામાં આવશે.

આ પણ વાંચોઃ BJP Mashal Rally: વડોદરામાં યોજાઈ ભાજપની મશાલ રેલી, કોરોના ગાઈડલાઈનના વધુ એક વખત ઉડાડ્યા ધજાગરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.