ETV Bharat / city

સંસ્કારી નગરીમાં ગણેશજીની સવારી સમયે કોમી રમખાણો

સંસ્કારી નગરીમાં ગણેશજીના આગમન સમયે પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો થયો હતો. જેને લઈને શહેર પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. Ganesh Utsav 2022 in Vadodara, Communal riots Ganesh Utsav 2022

સંસ્કારી નગરીમાં ગણેશજીની સવારી સમયે કોમી રમખાણો
સંસ્કારી નગરીમાં ગણેશજીની સવારી સમયે કોમી રમખાણો
author img

By

Published : Aug 30, 2022, 12:20 PM IST

વડોદરા ગણેશ ઉત્સવ નજીક (ganesh chaturthi 2022) આવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરાયો છે. વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં મોડી રાતે કોમી છમકલું સર્જાયું હતુ, પરંતુ પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે, ત્યારે આવા બનાવોને કારણે તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. તોફાની તત્ત્વોને પકડવા પોલીસ (Ganesh Festival 2022 in Gujarat) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સંસ્કારી નગરીમાં ગણેશજીની સવારી સમયે કોમી રમખાણો

આ પણ વાંચો પાટણમાં તાજીયાનું જુલુસ નીકળ્યું, સર્જાયું કોમી એકતાનો માહોલ

સામાન્ય પથ્થર મારો પાણીગેટ અને માંડવી વિસ્તારોમાં મોડી રાત્રે ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો (Stone pelting arrival Ganesha in Vadodara) થયો હતો. આ ઉપરાંત લારીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ હતી. જેને પગલે લોકોના ટોળાં પણ બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતાં ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને તરત જ સધન કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રામનવમીના તહેવાર પર પણ રાજ્યના કેટલા વિસ્તારમાં કોમી રમખાણો જોવા મળ્યા હતા, ત્યારે પણ પોલીસ દ્વારા કડક કાર્યાવાહી અને શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો શીખો : નાતજાતના ભેદભાવથી દૂર હિન્દુ મુસ્લિમ એકતાની દશક જૂની દુકાન

પોલીસનો કાફલો તૈનાત આ વિસ્તારોમાં તંગદીલીને કારણે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. મોડી રાતે DCP ક્રાઇમ વાતચીતમાં જણાવ્યું હતું કે 'આ સંબંધમાં બેની અટકાયત કરીને પૂછપરછ કરાઈ રહી છે. તેમજ સંબંધિત વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કાંકરીચાળો કરનાર કોઇને બક્ષવામાં નહી આવે તેવી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે કોમી છલકતું જોવા મળતું હોય છે.

ganesh chaturthi communal riots in india, Communal riots in Vadodara, Communal riots Vadodara Panigate gate, communal riots in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.