વડોદરા સરકારના પરીપત્ર મુજબ ગુજરાત રાજ્યના જેલ ખાતાના પોલીસ કર્મચારી અને અધિકારીઓને અને સિટી પોલીસ ખાતાના કર્મચારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ અંતર્ગત સિટી પોલીસ વિભાગ (City Police Department) તથા જેલ પોલીસ વિભાગ પણ આવે છે. તથા અનાર્મ આમ, તથા જેલ પોલીસ વિભાગની ભરતી (Jail Police Department Recruitment) પ્રક્રિયા પણ એક જ હોય તેમ છતા જેલ પોલીસ વિભાગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન (Public Safety Incentive Allowance) ભથ્થાથી (Vadodara central jail employees allowances) કેમ બાકાત રાખવામાં આવેલ છે ? આ સવાલ ને લઈ હાલમાં હડતાળનો દોર ફરી શરૂ થયો છે.
જેલના કર્મી હડતાળ પર વડોદરા સેન્ટ્રલ જેલના કર્મચારી આજે હડતાલ (Vadodara Central Jail employees on strike) પર બેઠા હતા. આ કર્મચારીમાં 100 જેટલા કર્મચારી પોતાની ફરાજથી દૂર રહી હડતાળ પર બેઠા હતા. પોલીસ વિભાગની જેમ જ જેલ વિભાગના પોલીસ કર્મચારીઓની (Jail Department Employees) ફરજ 24 કલાકની હોય છે તથા આવશ્યક સેવાઓમાં સામેલ કરેલી છે. તેમ છતા પગાર ભથ્થામાં વિસંગતતા કેમ? જો જેલ વિભાગના પોલીસ કર્મચારીઓનો પોલીસ વિભાગમાં સમાવેશ ન થતો હોય તો યુનીયન બનાવવાની પરવાનગી આપવા બાબતે ખુબજ જોર ચાલી રહ્યું છે.
ન્યાય નહીં મળે તો ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી વડોદરા સેન્ટ્રલ જેલ ના કર્મચારી દ્વારા તમામ પડતર માંગણી ને લઈ હડતાળનું શસ્ત્ર ઉગમ્યુ છે. ત્યારે સેન્ટ્રલ જેલના કર્મચારી ન્યાય ન મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. હવે જેલકર્મીઓ એ પોતાની માંગણીને લઈ આદોલનનો માર્ગ અપનાવતા મામલો ગરમાયો છે.