વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં (Vadodara District Padra Taluka ) યુવકે યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ (Vadodara Boy lured for Marriage to girl) આચર્યાની વિગતો સામે આવી છે. પાદરા તાલુકાના જાસપુર ગામમાં રહેતા વિજય ઉર્ફે ભોલો જગદીશભાઇ વાળંદે 23 વર્ષીય યુવતી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. વિજય ઉર્ફે ભોલાએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. વારંવાર યુવતીને જાસપુર ગામના (Jaspur Village of Padra Taluka) રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં બોલાવતો હતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ (Girl raped in Vadodara District) આચરતો હતો.
પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ વડોદરાના પાદરા તાલુકામાં યુવતીને લગ્નની લાલચ આપી જાસપુર ગામના રોડ ઉપર આવેલા ફ્લેટમાં બોલાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે પાદરા પોલીસ મથકમાં (Padra Police Station) ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતીના પરિવારજનોએ યુવાનને યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા યુવાને કહ્યું કે, તમે નીચી જ્ઞાતીના છો, લગ્ન કરું તો મારે ગામ છોડી દેવું પડે પાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું ફરિયાદમાં યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, વિજય ઉર્ફ ભોલાને શારીરિક સબંધ ન બાંધવા માટે જણાવતી હતી. છતાં તે પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. બળજબરી કરી દુષ્કર્મ આચરતો હતો. જ્યારે તેને લગ્ન કરવા માટે જણાવતી હતી ત્યારે તે કોઇને કોઇ બહાના બતાવતો હતો અને લગ્ન કરીશ તેવો વિશ્વાસ અપાવીને દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા બે વર્ષના સમયગાળામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
પરિવારજનોને ધમકી આપી યુવતીના મામા અને કાકા વિજય ઉર્ફ ભોલા વાળંદને મળ્યા હતા અને યુવતી સાથે લગ્ન કરવા જણાવ્યું હતું. ત્યારે વિજય ઉર્ફ ભોલાએ જણાવ્યું કે, તમે નીચી જ્ઞાતિના છો, લગ્ન કરું તો મારે ગામ છોડી દેવું પડે તેમ જણાવી ધમકી આપી હતી. જાસપુર પંથકમાં ચકચાર મચાવી મુકનાર આ ઘટના અંગે પાદરા પોલીસે વિજય ઉર્ફે ભોલા જગદીશ વાળંદ સામે દુષ્કર્મનો અને યુવતી તેમજ તેના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.