વડોદરા - વડોદરા સયાજીગંજ વિધાનસભાના (Vadodara Sayajiganj Assembly Seat) ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયા (MLA Jitu Sukhdia) આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )લડવાના નથી. ગોત્રી હોસ્પિટલમાં (Gotri Hospital Vadodara) પોતાની ગ્રાન્ટમાંથી આપેલા સાધનોના લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે મોટી જાહેરાત ગણાવી હતી. સયાજીગંજ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છતા લોકોને ખુશ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જૂતુ સુખડીયા ચાર ટર્મથી ધારાસભ્ય છે અને તેઓ વડોદરા ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી (Vadodara BJP Leaders) એક ગણાય છે.
શહેર ભાજપના અનેક નેતાને ટિકીટની ચાહ- ગુજરાત રાજ્યની વિધાનસભાની 2022ની ચૂંટણીની તડામાર તૈયારીઓ તમામ પક્ષો કરી રહ્યા છે. રેલીઓ સહિતની તૈયારીઓમાં શાસક હોય કે વિપક્ષ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ સંખ્યાબંધ નેતાઓ પણ ટિકિટ તેમને મળે તે હેતુસર કાર્યરત થયા છે. ત્યારે આ વચ્ચે સુખડીયાને લઇને આ મોટા અહેવાલ સામે આવ્યાં છે. જેમાં વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયા એ 2022ની વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ભાજપના હોદ્દેદારોએ રૂપિયા લઇને ટિકિટો વેચી હોવાના આક્ષેપ
શહેર ભાજપનું રાજકારણ- ધારાસભ્ય જીતેન્દ્ર ઉર્ફે જીતુ સુખડીયાએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરતાં શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે તેને સૌથી મોટી જાહેરાત ગણાવી છે. ભાજપના નેતાઓમાં જીતુ સુખડીયાની ગણના થાય છે ત્યારે તેઓની ચૂંટણી લડવાની નામરજી કેમ સામે આવી રહી છે તેની ચર્ચા ઊઠી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની સયાજીગંજ બેઠક પર અનેક લોકો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે.