ETV Bharat / city

બગલામુખી મંદિરના પાખંડી ગુરૂની પોલ ખૂલી, મહિલા પર 7 વખત આચર્યું હતું દુષ્કર્મ - પ્રશાંત ઉપાધ્યાય

વડોદરામાં છેતરપિંડીના કેસમાં પાખંડી ગુરૂની પોલ ખૂલ્લા બાદ જેલવાસ ભોગવી રહેલા બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના કરતૂતો ધીમે ધીમે બહાર આવી રહીં છે. લાચાર યુવતીને દૈવી સ્વરૂપ આપવાની લાલચ આપી 7 વખત દુષ્કર્મ આચનાર પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક ગુનો દાખલ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Mar 18, 2020, 8:46 AM IST

વડોદરા: બગલામુખીને ગુરુ તરીકે માનતી એક મહિલા પારિવારીક મુશ્કેલીમાં મુકાઈ હોવાથી તેને તેમાંથી બહાર કાઢીને દૈવી સ્વરૂપ આપી દેવાની લાલચ આપવામાં આવી હતી. પાખંડી ગુરૂએ યુવતી પર સાત વખત દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત મહેશચંન્દ્ર ઉપાધ્યાય પર થયેલી ફરિયાદના પગલે જેલવાસ ભોગવી રહ્યાં છે.

બગલામુખી મંદિરના પાખંડી ગુરૂની પોલ ખૂલી

પાખંડી સામે ગોત્રી પોલીસ મથકમાં વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ફરિયાદ પાખંડીને ગુરૂ તરીકે સ્વીકારનાર એક મહિલા દ્વારા કરવામાં આવી છે. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા હતું કે, તેને પારીવારીક તકલીફો ચાલતી હોવાથી તેણે ગુરૂ હોવાના કારણે પ્રશાંત ઉપાધ્યાયને તેની તકલીફોની રજૂ કરી હતી.

પ્રશાંતે તેની મજબૂરીને લાભ લઈને તેને દૈવી સ્વરૂપ આપવાનું કહ્યું હતું. પ્રશાંતની આશ્રમમાં છાશવારે જતી મહિલાને એક દિવસ રાત્રે વોટસ્અપ પર ફોન કરીને પ્રશાંતે તેને મળવા બોલાવી હતી. મહિલા પ્રશાંતને મળવા ગઈ ત્યારે તેની સાથે શારીરીક અડપલા કરીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

2016ના નવેમ્બર મહિનાથી 2019ના ડિસેમ્બર મહિના સુધી આ મહિલા પર સાત વખત દુષ્કર્મ આચર્યા હોવાનો મહિલાએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે. ગોત્રી પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની સામે વધુ એક ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.