ETV Bharat / city

વડોદરા: 8 ખાનદાની નબીરાઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા

વડોદરામાં સોખડા નજીકના ફાર્મહાઉસમાં 8 લોકો દારૂની ઝાફત ઉડાવી રહ્યા હતા એવામાં પોલીસે પાર્ટીમાં રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે ફાર્મહાઉસમાંથી 8 લોકોની અટકાયત કરી હતી.

author img

By

Published : May 24, 2021, 6:48 AM IST

daru
વડોદરા: 7 ખાનદાની નબીરાઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા
  • વડોદારમાં દારૂની મહેફિલ કરતા 8 લોકોની અટકાયત
  • ફાર્મહાઉસમાં ચાલી રહી હતી દારૂ-ચીકનની પાર્ટી
  • અટકાયત કરવામાં આવેલા ખાનદાની નબીરા

વડોદરા : પોલીસ હાલ કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિમાં માસ્ક દંડ ઉઘરાવવામાં અતિ વ્યસ્ત હોવાથી બુટલેગરો અને દારૂના રસીયાઓ તો એમ જ સમજી રહ્યાં છે કે, પોલીસ આરામના મુડમાં છે. પરંતુ આ માનસિક્તા તદ્દન ખોટી છે તે સાબીત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેર નજીક આવેલા સોખડા સ્થિત એક ફાર્મ હાઉસમાં દારૂ- ચિકન પાર્ટી કરતા ખાનદાની નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા હતા.

આ પણ વાંચો : દારૂ પાર્ટી કરનારાઓને પકડવા વલસાડ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ફાર્મહાઉસમાં ચાલી રહી હતી પાર્ટી

શહેર નજીક આવેલા સોખડા સ્થિત મીરસાપુરા ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહીં હોવાની બાતમી જિલ્લા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસમાં દરોડો કરતા નામકિંત વ્યક્તિઓના નબીરાઓ પાર્ટીમાં શામેલ હોવાનુ જાણવા મળી રહ્યું છે. પોલીસે એક તબક્કે રહેમ નજર દાખવવાનુ નક્કી પણ કર્યું હશે પરંતુ આ પાર્ટીની વાત ચીતરાઇ જતા પોલીસે ભીનુ સંકેલવાને બદલે તમામની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.