વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા NAAC ઈન્સ્પેક્શન માટે છેલ્લા (naac inspection 2022) એક મહિના ઉપરાંતના સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોતાની સિદ્ધિઓ અને કામગીરીને પ્રસ્તુત કરવા માટે એમ.એસ. યુનિવર્સિટીની તૈયારીઓ પૂર્ણ થતાં NAAC PEERની ટીમ વડોદરા ખાતે પહોંચી છે. ત્યાં ત્રણ દિવસ સુધી NAAC PEERની ટીમ દ્વારા યુનિ.ની તમામ ફેકલ્ટીઓનું ઈન્સ્પેક્શન (naac inspection result) કરવામાં આવશે.
આ પણ વાંચો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં યોજાયો મલ્ટીમીડિયા વિરાંજલિ કાર્યક્રમ
પાંચ વર્ષે યુનિવર્સિટીમાં નિરીક્ષણ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (National assessment and accreditation council) દ્વારા દર પાંચ વર્ષે યુનિવર્સિટીમાં નિરીક્ષણ કરવામાં આવે છે. આ નિરીક્ષણ દરમિયાન યુનિવર્સિટીની સિદ્ધિઓ અને કામગીરીના આધાર પર તેને ગ્રેડ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદની (NAAC) નિરીક્ષણ કામગીરી થનાર હતી. જેને પગલે એમ.એસ.યુનિ.ના તંત્ર દ્વારા છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં દરેક ફેકલ્ટીને તેની કામગીરી, સિદ્ધિઓ અને પ્રદર્શન વગેરેની તૈયારીઓ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે NAACની ટીમ દ્વારા નિરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો સેનેટ સભ્યોની ચૂંટણીની મત ગણતરીમાં વિદ્યાર્થી નેતાઓ આવ્યા સામસામે
ફેકલ્ટીઓનું નિરીક્ષણ એમ.એસ. યુનિવર્સિટી PRO લકુલેશ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, NAACની ટીમ આજે વડોદરા આવી પહોંચી છે. આ ટીમ આગામી ત્રણ દિવસ સુધી વડોદરામાં રોકાશે. જેમાં તેઓ એમ.એસ. યુનિ.ની તમામ ફેકલ્ટીઓનું નિરીક્ષણ કરશે. એમ.એસ યુનિ.ની હોમ સાયન્સ ફેલેક્લટીમાં NAAC દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી તેઓ વડોદરામાં રહી આ કામગીરી કરશે અને તે બાદ એમ.એસ. યુનિવર્સિટીનો રેંક નક્કી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એમ.એસ યુનિ. દ્વારા આ નિરીક્ષણ પ્રક્રિયા માટે અગાઉ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. એટલું જ નહીં થોડા દિવસો પહેલા NAACની નિરીક્ષણ કામગીરીની મોકડ્રિલ પણ યોજાઈ હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે એમ.એસ યુનિ.ને આ વર્ષે કેટલામો રેન્ક પ્રાપ્ત થશે. NAAC inspection at MSU Vadodara, University inspected in Vadodara, Inspection of Vadodara Faculties