વડોદરા: શહેરના પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. જેને પગલે 9 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયા હતા. ઇમારત તૂટી પડતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 41 લોકોના મોત
આ સમગ્ર અંગે ફાયરબ્રિગેડે જાણ કરતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી રાત સુધી રેસ્ક્યુ કરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.પાણીગેટના બાવામાનપુરામાં 6 મહિનાથી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલતું હતું. મોહમદભાઈ નામના વ્યક્તિ નીચે દુકાનો અને ઉપર રહેણાંકનું મહાવીરભાઈ નામના કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવતા હતા.
આ પણ વાંચો : સુરતની ઈમારતનો એક ભાગ ધરાશાયી, નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીઓએ ગુમાવ્યા જીવ
જ્યારે બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં રાજસ્થાનના ગામ કુશલગઢ જિલ્લો બાંસવાડાના મજૂરો ત્યાં જ રહીને મજૂરી કામ કરતા હતા. બિલ્ડિંગનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું હતું. જ્યારે રાજસ્થાના બાંસવાડા જિલ્લાના મજૂરો નિર્માણાધીન મકાનની અંદર રહીને ત્યાં જ કામ કરતા હતા. તેથી બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકો દટાયા હતા. જેમાં પતિ કમલેશ, પત્ની વસાતા અને યુવકનો પિતરાઈ પ્રદીપ તેના કાટમાળમાં દટાયા હતા આ તમામ લોકો મોતને ભેટ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈમાં ઈમારત ધરાશાયી થતાં 6ના મોત તો અનેક ઘાયલ, બચાવ કામગીરી શરૂ
ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બહાર કાઢ્યા હતા.જ્યારે બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટર દુર્ઘટના બાદ ફરાર થયો છે.હાલ પાણીગેટ પોલીસે FSLની મદદ વડે કયા કારણોસર આ ઈમારત ધરાશાયી થઈ તે અંગેની કાર્યવાહી હાથધરી છે.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,મૃતકોના પરિવારજનોને બોલાવવાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં