ETV Bharat / city

કલમ ચાલવાની જગ્યાએ દંડા વરસ્યા, MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારી

author img

By

Published : Sep 12, 2022, 5:09 PM IST

વડોદરા વિશ્વિખ્યાત મહારાજા સયાજીરાઓ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. વિદ્યાના મંદિરમાં પાપની ઘંટી વગાડનાર સામે વિદ્યાર્થીઓની સુરક્ષાને અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા MS યુનિવર્સિટીમાં AGSG જુથ કાર્યરત છે. અગાઉ આ જૂથમાં બે ફોટા પડી ગયા હતા. AGSGમાંથી છુટા પડેલા વિદ્યાર્થીઓના જુથે AGSU સંગઠનની શરૂઆત કરી હતી. જેમાં વિજિલન્સ જવાનોની હાજરીમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે. Vadodara MS University AGSU Association,Two Student Group Fight In MS University

કલમ ચાલવાની જગ્યાએ દંડા વરસ્યા, MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારી
કલમ ચાલવાની જગ્યાએ દંડા વરસ્યા, MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારી

વડોદરા વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (Vadodara Maharaja Sayajirao University ) વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારીના દ્રશ્યો (Two Student Group Fight In MS University) સામે આવ્યા છે. જ્યાં કલમ ચાલવી જોઇએ તેવા વિદ્યાધામમાં આજે દંડાવાળી થતા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પણ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જોકે તે બાદ સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ આજની મારામારી બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જ્યાં કલમ ચાલવી જોઇએ તેવા વિદ્યાધામમાં આજે દંડાવાળી થતા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

યુનિવર્સિટી પરિસરમાં દંડા વડે મારામારી વડોદરા MS યુનિવર્સિટીમાં AGSG જુથ ( Vadodara MS University AGSG Group) કાર્યરત છે. અગાઉ આ જૂથમાં બે ફોટા પડી ગયા હતા. AGSGમાંથી છુટા પડેલા વિદ્યાર્થીઓના જુથે AGSU સંગઠનની શરૂઆત કરી હતી. આજે AGSGઅને AGSUના વિદ્યાર્થી વચ્ચે યુનિવર્સિટી પરિસરમાં દંડા વડે મારામારી થઇ હોવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં વિજીલન્સના જવાનોની હાજરીમાં આ બધું થયું હોવાનું જોવા મળી રહ્યું છે.

સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા AGSG સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ AGSU સંગઠન (Vadodara MS University AGSU Association) સાથે સંકળાયેલા વિદ્યાર્થીને દંડા વડે માર માર્યો છે. આ સમગ્ર ઘટના કોમર્સ બિલ્ડીંગ બહાર ઘટી છે. જ્યારે વિદ્યાધામમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે દંડાવાળી થઇ ત્યારે વિજીલન્સના જવાનો પણ સ્થળ પર હાજર હતા. આ મારામારીના દ્રશ્યો સામે આવતા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને (students Safety in MS University) લઇને અનેક સવાલો ઉભા થયા છે.

વિજિલન્સની કામગીરી સામે સવાલો મારામારી બાદ AGSU જૂથના વિદ્યાર્થીઓ દ્વારા માર મારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સયાજીગંજ પોલીસ મથકે (Sayajiganj Police Station) વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ યુનિવર્સિટીની શાંતિ ડહોળનારાઓ સામે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ ઘટના સામે આવતા વિજિલન્સની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.