ETV Bharat / city

વડોદરામાં વધી રહેલા કોરોનાને પગલે તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા - ઑફલાઇન ભણતર બંધ

વડોદરામાં વધતા કોરોના કહેરને પહોંચી વળવા તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા છે. જેમાં, સૌથી ભીડવાળી મંગળવારી અને શુક્રવારી બજાર બંધ કરાઈ હતી. તેમજ, આજથી શહેર ભરના ટ્યૂશન ક્લાસ માત્ર ઑનલાઇન ચાલશે, તેવી જ રીતે રાજય સરકારે શાળાઓમાં ઑફલાઇન ભણતર બંધ કરવાના આદેશ આપ્યા છે.

વડોદરામાં વધી રહેલા કોરોનાને પગલે તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા

author img

By

Published : Mar 20, 2021, 2:03 PM IST

  • વડોદરામાં તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા
  • સૌથી મોટાં મંગળબજારમાં પથારા બંધ કરાવતી પાલિકા
  • પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાહેરાત કરાઇ

વડોદરા: શહેરમાં વધતા જતાં કોરોના સંકમણ વચ્ચે આજે પાલિકાએ સૌથી ભીડવાળી મંગળવારી અને શુક્રવારી બજાર બંધ કરાવી હતી. વહેલી સવારથી મંગળબજાર ખાતે પથારાવાળાઓને બેસવા નહી દીધા બાદ, બપોરના સમયે શુકવારી બજાર પણ બંધ કરાવવામાં આવી હતી. શહેરમાં વધતા જતા કોરોનાના કેસના કારણે આજથી શૈક્ષણિક સંકુલો બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ ફરજપરના અધિકારી ડૉ. વિનોદ રાવ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આજથી શહેર ભરના ટ્યૂશન ક્લાસ માત્ર ઑનલાઇન ચાલશે, તેવી જ રીતે રાજય સરકારે શાળાઓમાં ઑફલાઇન ભણતર બંધ કરવાના આદેશ પર કોઇ વધુ સુચના ના આવે ત્યાં સુધી માહિતી જારી કરી હતી.

વડોદરામાં વધી રહેલા કોરોનાને પગલે તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા

આ પણ વાંચો: કોરોના વધતા સંક્રમણને લઇને તંત્ર એક્શનમાં

શહેરના મોલ પણ બંધ રાખી શકે છે

આજે સાંજે વિનોદ રાવની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં શનિ-રવિવારે શહેરના મોલ ચાલુ રાખવા કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. જેમાં મોટે ભાગે વિકએન્ડમાં મોલમાં થતી ભીડના કારણે મોલ પણ બંધ રાખી શકે છે. જો કે, મોડી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આ વચ્ચે શુક્રવારે સવારે પાલિકાની ટીમ મંગળબજારમાં રાઉન્ડ ધી ક્લોક તૈનાત કરવામાં આવી હતી. આ ટીમે મંગળબજારમાં બેસતા તમામ પથારા બંધ કરાવ્યા હતાં.

આ પણ વાંચો: વડોદરામાં કેટલીક હોસ્પીટલો કોરોના રસી લેનારાઓને ઓબ્ઝર્વેશનમાં રાખતી નથી

રોકડા કરતા વેપારીઓ મૂંઝવણમાં

છુટ્ટક રોકડા કરતા વેપારીઓને આગામી કોઇ નવી સુચના ન આવે ત્યાં સુધી અહીં ન બેસવા જણાવ્યું હતું. તો બીજી તરફ મંગળબજાર ખાતે વેપાર કરતા દુકાનધારકોએ પોતાને ત્યાં આવતા ગ્રાહકો સોશિયલ ડીસ્ટન્સનો ચુસ્તપણે અમલ કરે તેવી સુચના આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.