- કોરોના મહામારીમાં દર્દીના વ્હારે મેયર અને કોર્પોરેટર આયા
- મેયર કેયુર રોકડીયા ફંડમાંથી 15 લાખ, એક કોર્પોરેટર દીઠ 2.50 લાખ ગ્રાન્ટમાંથી આપશે
- ઓક્સિજન પ્લાન્ટ, સોનોગ્રાફી, લેબના મશીનો, ડાયપર, ગ્લોઝ સહિત દર્દીને જરૂર પડતી ચીજ વસ્તુ સુપ્રત કરવામાં આવશે
વડોદરાઃ મેયર કેયુર રોકડિયાએ કોરોના મહામારીમાં દર્દીઓને સહાયરૂપ થવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરો તરફથી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક કોર્પોરેટર તેમને મળતી પોતાની રકમમાંથી એક કોર્પોરેટર દીઠ અઢી લાખ રૂપિયા ફાળવશે અને મેયર ફંડમાંથી રૂપિયા 15 લાખ અને મેયર ફંડ ટ્રસ્ટમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની રકમ મળી રૂપિયા 2 કરોડની રકમમાંથી જરૂરી સાધનસામગ્રી સરકારી હોસ્પિટલ્સમાં આપવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદનું કરણ ફાઉન્ડેશન પોઝિટિવ દર્દીઓને પહોંચાડી રહ્યું છે ભોજન
દર્દીઓને જરૂર પડતી ચીજ વસ્તુઓ પણ સુપ્રત કરવામાં આવશે
આ રકમમાંથી એક ઓક્સિજન પ્લાન્ટ તે ઉપરાંત સોનોગ્રાફી લેબના મશીનો તેમજ દર્દીઓને જરૂર પડતી ચીજ વસ્તુઓ પણ સુપ્રત કરવામાં આવશે. વડોદરાના મેયર ને કોર્પોરેટરને પ્રજાના વેરાના પૈસામાંથી દર વર્ષે વોર્ડ કક્ષાએ કરવાની કામગીરી માટે ક્વોટાની રકમ ફાળવવામાં આવે છે, એ રકમમાંથી જ અઢી લાખ રૂપિયા કોરોના મહામારીના દર્દીઓ માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.