- શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા સીટી સ્કેનના લેવાતા આડેધડ ચાર્જ
- શહેર પ્રમુખ ડૉ. વિજય શાહની દરમિયાનગીરી બાદ વડોદરામાં સીટી સ્કેનના ભાવ ઘટાડાયા
- સરકારી હોસ્પિટલમાં રૂપિયા 1200, ખાનગીમાં રૂપિયા 2500 લેવાશે
વડોદરા: શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા સિટીસ્કેનના લેવાતા આડેધડ ચાર્જ અંગેની બાબત શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહને ધ્યાને આવતા તેમણે આ મામલે કેટલાક તબીબો સાથે બેઠક યોજી હતી. જે બાદ સીટી સ્કેનના ભાવ નિયંત્રીત કરવામાં આવ્યા હતા. જે મુજબ સરકારી હોસ્પિટલોમાં મહત્તમ રૂપિયા 1200 જ્યારે ખાનગી, ટ્રસ્ટની હોસ્પિટલ તથા ડાયગ્નોસ્ટીક સેન્ટર ખાતે મહત્તમ રૂપિયા 2500 લેવાનું જાહેરનામું ખાસ ફરજ પરના અધિકારી ડૉ. વિનોદ રાવ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
ડૉ. વીરેન શાહ સાથે એક બેઠક યોજી
શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે અનેક EOને સીટી સ્કેન કરાવવાની ફરજ પડતી હતી. જેને ધ્યાનમાં રાખીને કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓના સીટી સ્કેન માટે આડેધડ નાણાં વસુલવામાં આવતા હતા. તેની જાણ શહેર ભાજપ ડૉ. વિજય શાહને થતા તેમને આ અંગે શહેરના જાણીતા રેડીયોલોજીસ્ટ ડૉ. જયેશ શાહ, ડૉ. દિપક મહેતા અને ડૉ. વીરેન શાહ સાથે એક બેઠક યોજી હતી.
આ પણ વાંચો : SSG હોસ્પિટલના કોવિડ વૉર્ડના 39 નર્સિંગ સ્ટાફ તેમજ 12 તબીબો કોરોના સંક્રમિત
તાત્કાલિક અસરથી નવા ભાવ અમલી કરી દેવામાં આવ્યા
હાલની પરિસ્થિતીમાં આ તબિબોએ શહેરના નાગરિકોને મદદરૂપ થવા માટેની તૈયારી બતાવી હતી અને બેઠકના અંતે સીટી સ્કેનના ભાવ ઘટાડી શકાય તેમ હોવાનું જણાતા ડૉ. વિજય શાહે તુરંત ડૉ. વિનોદ રાવને સૂચના આપી હતી. જેના આધારે વિનોદ રાવે એક જાહેરનામું પ્રસિદ્ધ કરતા તાત્કાલિક અસરથી શહેરના ડાયાગ્નોસ્ટીક સેન્ટર, ખાનગી, ટ્રસ્ટની હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેનના ભાવની ચોક્કસ મર્યાદા નક્કી કરી હતી. એટલું જ નહીં SOG તથા ગોત્રી હોસ્પિટલ ખાતે 90 વર્ષથી ઉપરના, BPL કાર્ડ ઘારક, SC, ST નાગરિક, PMJAY , મા કાર્ડ , અકસ્માતમાં ઈજા પામેલાં ( 48 કલાકના સમય ગાળા દરમિયાન ) શાળા સ્વાસ્થ્ય કેસ, HIV દર્દી તથા જેલના દર્દીને સીટી સ્કેન વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની સુવિધા મળી રહેશે. આ સાથે તાત્કાલિક અસરથી નવા ભાવ અમલી કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.