- ઉત્તર ઝોનમાં આવેલ વહીવટી વોર્ડ નંબર 8 માનવતા ફતેપુરા હાથીખાના રસ્તા ઉપરના દબાણો દૂર કરાયા
- પોલિસી જવાનોએ બળનો ઉપયોગ કરી દબાણકારો કાર્યવાહી કરાઈ
- દબાણ વિભાગની ટીમ દ્વારા 15થી વધુ લારીઓ જપ્ત કરી
વડોદરાઃ શહેર વોર્ડ નંબર 8ના ભુતડીઝાપા વિસ્તાર સ્થિત વ્હીકલ પુલ પાસે વર્ષોથી કરાયેલા લારી ગલ્લાઓના ગેરકાયદેસર દબાણો રવિવારના રોજ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

શેડ તથા ઓટલાઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક પાસેના ભુતડીઝાંપા મેદાનથી વ્હીકલ પુલ સુધીના માર્ગ પર લારી ગલ્લાઓના ગેરકાયદે દબાણોને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી. જે સંદર્ભે રવિવારના રોજ વડોદરા મહાનગરપાલિકા તંત્રના વહીવટી વોર્ડ નંબર 8ની કચેરીનો સ્ટાફ, દબાણ વિભાગની ટિમ તથા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સાથે ગેરકાયદે રીતે દબાણ કરાયેલ લારી ગલ્લાઓ તથા પથારાઓ દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં દબાણ વિભાગની ટીમ દ્વારા 15થી વધુ લારીઓ જપ્ત કરી શેડ તથા ઓટલાઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
