- મનપાના નવા કમિશ્નર નિયુક્ત
- શાલીની અગ્રવાલે નવા કમિશ્નર તરીકે ચાર્જ લીધો
- ચૂંટાયેલા હોદે્દદારો એ શુભેચ્છા પાઠવી
- પ્રિમોન્સૂન કામગીરી અને વિકાસના કામોની માહિતી અધિકારીઓ પાસે મેળવશે
વડોદરા : કોરોનાની મહામારીમાં જિલ્લા કલેક્ટર તરીકે તેઓએ સફળ કામગીરી બજાવી હતી. પરિણામ સ્વરૂપ સરકાર દ્વારા તેઓને મ્યુનિસિપલ કમિશ્નર તરીકેની જવાબદારી સોંપી હતી. જ્યારે 38 માસથી વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા કિરણ ઝવેરીને સરકાર દ્વારા વધારાનો જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે. શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો : Corona Vaccine: વડોદરા જિલ્લાના એક ગામમાં કોરોનાની વેક્સીન 100 ટકા અપાઇ
કલેક્ટરનો ચાર્જ DDO કિરણ ઝવેરીએ લીધો
વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે સફળ કામગીરી બજાવનારા શાલિની અગ્રવાલ વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નર તરીકેની જવાબદારી સંભાળવા માટે સજ્જ થઇ ગયા છે. વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં તેઓ વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવશે. આગામી ચોમાસાની ઋતુમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી અંગેની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. વડોદરાવાસીઓને ચોમાસાની ઋતુમાં ઓછામાં ઓછી તકલીફો ભોગવવી પડે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કરશે. તે સાથે અધિકારીઓને બાકી રહેલી પ્રિમોન્સુન કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપશે.
આ પણ વાંચો : વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને આપી વિદાય
શહેરના બીજા મહિલા મ્યુનિસિપલ કમિશ્નર
વડોદરા મહાનગર સેવા સદનમાં શાલિની અગ્રવાલ બીજા મહિલા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિયુક્ત થયા છે. આ અગાઉ વડોદરા મહાનગર સેવા સદનમાં મહિલા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિલાસીની રામચંદ્રન હતા.