ETV Bharat / city

વડોદરાના કંડારીના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, LCBએ હત્યાના આરોપીને ઝડપ્યો - BARODA UPDATES

વડોદરા કરજણ કંડારી ગામમાં રહેતો અને મૂળ UPનો વતની જ્ઞાનસિંઘ ધોકાલ પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. તે પોતાની પાણીપુરીની લારી લઈને પાણીપુરી વેચવા માટે ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો દરમિયાન 29 જાન્યુઆરીએ સવારે ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલો એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી કરજણ પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. આ સાથે જ્ઞાનસિંગની શોધખોળ ચલાવી રહેલા પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહ જ્ઞાનસિંઘનો હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું હતુ.

વડોદરાના કંડારીના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, LCBએ હત્યાના આરોપીને ઝડપ્યો

author img

By

Published : Jun 7, 2021, 11:11 AM IST

  • 4 મહિના પહેલા પાણીપુરી ચલાવતા યુવાનની હત્યા થઈ હતી
  • LCBએ હત્યાના આરોપીને ઝડપી પાડયા
  • ભત્રીજાએ કાકાની મદદ લઇને યુવાનની લાકડાના ફટકા મારી હત્યા કરી હતી

વડોદરા: કરજણ તાલુકાના ગાંધાર ગામની સીમમાં 4 મહિના પહેલા પાણીપુરીની લારી ચલાવતા યુવાનની હત્યા થઇ હતી. વડોદરાના નાના ફોફળીયા ગામમાં રહેતા વ્યક્તિને તેની પત્નીના પાણીપુરીવાળા સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. ભત્રીજાએ તેના કાકાની મદદ લઇને યુવાનની લાકડાના ફટકા મારીને હત્યા કરી હતી. વડોદરા LCBએ બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતદેહ જ્ઞાનસિંઘનો હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું

વડોદરા કરજણના કંડારી ગામમાં રહેતો અને મૂળ UPનો વતની જ્ઞાનસિંઘ ધોકાલ પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. તે પોતાની પાણીપુરીની લારી લઈને પાણીપુરી વેચવા માટે ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો દરમિયાન 29 જાન્યુઆરીએ સવારે ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલો એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી કરજણ પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. આ સાથે જ્ઞાનસિંગની શોધખોળ ચલાવી રહેલા પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહ જ્ઞાનસિંઘનો હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું હતુ.

આ પણ વાંચો: જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરનાર 6 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા જિલ્લા પોલીસે મુકેશ અને મીઠા વસાવાની અટકાયત કરીને પૂછપરછ કરી

પોલીસે જ્ઞાનસિઘની હત્યા કેવી રીતે થઈ તે અંગે તપાસનો શરૂ કરી LCB પોલીસને જાણવા મળ્યું હતું કે, ડભોઇ તાલુકાના નાના ફોફળિયા ગામમાં જ્ઞાનસિંગ પાણીપુરી વેચવા માટે વારંવાર જતો હતો. તેમજ આ ગામમાં રહેતા મુકેશ લાલજી વસાવાની પત્ની પર શંકાની નજરથી જોતો હતો. જેનો વહેમ રાખી મુકેશ અને તેના પાડોશી કાકા મીઠા ચંદુભાઈ વસાવાએ ભેગા મળીને જ્ઞાનસિંગની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતુ. વડોદરા જિલ્લા પોલીસે મુકેશ અને મીઠા વસાવાની અટકાયત કરીને પૂછપરછ કરી જેમાં પાણીપુરીનો ધંધો કરતા જ્ઞાન સિંઘની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: ગોડાદરા ખાતે આવેલી નંદઘર આંગણવાડી પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

લાકડીના ઉપરાછાપરી ઘા મારી જ્ઞાનસિંગની હત્યા કરી હતી

બંનેએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, જ્ઞાનસિંગ પાણીપુરી વેચવા આવતો ત્યારે મુકેશના ઘરે જઈ પાણી પીતો હતો તેમજ વાડામાં જઈને હાથ પગ પણ સાફ કરતો હોવાથી ગામમાં પણ જ્ઞાનસિંગના મુકેશની પત્ની સાથે આડાસંબંધ હોવાની વાતો લોકો કરવા લાગ્યા હતા. જેથી મુકેશ અને મીઠાએ જ્ઞાનસિંગની હત્યા કરવાનું નક્કી કર્યું હતુ. 29 જાન્યુઆરીના રોજ જ્ઞાનસિંગ પાણીપુરી વેચીને ગાંધાર ગામે જતો હતો. ત્યારે તેની પાછળ-પાછળ જઈને એકાંત જગ્યા મળતા મુકેશ અને તેના કાકા મીઠા વસાવાએ લાકડીના ઉપરાછાપરી ઘા મારી જ્ઞાનસિંગની હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.