ETV Bharat / city

વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ - Guthrie Hospital

કોરોનાની મહામારી હજુ નિયંત્રણમાં આવી નથી તેવા સમયે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સામે વધુ એક પડકાર સામે આવ્યો છે. જોકે, આ મ્યુકોર માઈકોસીસ રોગ નવો નથી અને ચેપી પણ નથી. પરંતુ કોરોનાકાળમાં આ રોગ સામે આવતાં વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ

author img

By

Published : Dec 20, 2020, 4:58 PM IST

  • મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ
  • વડોદરામાં કુલ 4 દર્દીઓ મ્યુકોર માઈકોસીસ રોગના નોંધાયા
  • 2 કેસ ખુબજ એડવાન્સ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

વડોદરાઃ કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સામે વધુ એક પડકાર સામે આવ્યો છે. આ અંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોના ગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓ અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી બીમારી ધરાવતા દર્દીઓને આ મ્યુકોર માઇકોસીસ રોગ થતો જોવા મળે છે. મ્યુકોર માઇકોસીસની સારવાર શક્ય છે. આ રોગ ચેપી નથી અને નવો રોગ પણ નથી તેનાથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.

એસ.એસ.જી. હોસ્પિટલ
એસ.એસ.જી. હોસ્પિટલ

40 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં ઇન્ફેક્શન થતું જોવા મળે છે

આ રોગનાં લક્ષણો અંગે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના થયો હોય અને સાજા થયા બાદ સ્વાસ્થ્ય સુધારાના તબક્કામાં હોય અને ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ તેમજ ડાયાબિટીસ સંતુલનમાં ન હોય એવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેક્શન થતું જોવા મળે છે. વારંવાર શરદી થવી, નાક બંધ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાકમાંથી ખરાબ પ્રકારની દુર્ગંધ આવતી તેમજ ચહેરાના ગાલ કાળા થવા લાગે છે. આવા લક્ષણો જણાઈ આવે તો નિષ્ણાત તબીબોની સલાહ લેવી જોઈએ.

ડો.શીતલ મિસ્ત્રી
ડો.શીતલ મિસ્ત્રી

ઇન્ફેકશનની સંભાવનાના દર્દીનું કરવામાં આવે છે એમ.આર.આઈ રિપોર્ટ

વધુમાં જણાવ્યું કે, મ્યુકોર માઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઈ આવે તો દર્દીની શારીરિક સ્થિતિ જોઈને તેના સિટી સ્કેન, એમ.આર.આઈ જેવા રિપોર્ટ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ફંગસના રિપોર્ટ લઈને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રિપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ અને અન્ય કયા-કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા ફેલાયેલી છે તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે.

G.M.E.R.S મેડિકલ કોલેજ અને હોસ્પિટલ
G.M.E.R.S મેડિકલ કોલેજ અને હોસ્પિટલ

એમફોટાઇસીન બી નામના ઇન્જેક્શનોના ડોઝ 15 થી 21 દિવસ સુધી ચઢાવવામાં આવે છે

મ્યુકોર માઇકોસીસની સારવારમાં દર્દીને એમફોટાઇસીન બી નામના ઇન્જેક્શનોના ડોઝ 15 થી 21 દિવસ સુધી ચઢાવવામાં આવે છે. જરૂર જણાય તો દુરબીન વડે નાક વાટે ફંગસ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. વડોદરામાં કુલ 4 દર્દીઓ મ્યુકોર માઈકોસીસ રોગના નોંધાયા હતા. જેમાંથી 2 કેસ ખુબજ એડવાન્સ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 2 કેસ માઈનોર હોવાથી સારવાર કરી રીફર કરવામાં આવ્યા છે. જોકે, એક તરફ કોરોનાના કેસ વચ્ચે આ નવો મ્યુકોર માઈકોસીસ રોગ આવતાં ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શીતલ મિસ્ત્રીએ ચિંતા વ્યક્ત કરી લોકોને સાવચેતી રાખવા તેમજ માસ્ક પહેરવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.