ETV Bharat / city

વડોદરા લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર અપાયું - Sayaji Hospital

નિયમ પ્રમાણે પાંચ વર્ષના કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ નક્કી કરી તેમની કાયમી કર્મચારી તરીકે નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં કરવામાં નહીં આવતા માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી તા.17 મેથી અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી.

vaDODARA
વડોદરા લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર અપાયું
author img

By

Published : May 8, 2021, 2:22 PM IST

  • સયાજી હોસ્પિટલના લેબોરેટરીના કર્મચારીઓને તંત્ર સામે બાંયો ચઢાવી
  • કાયમી ધોરણે નિમણુંકના મુદ્દે ડીન, સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું
  • માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી

વડોદરા: ભારત સરકારના 2004ના નિયમ પ્રમાણે પાંચ વર્ષના કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ નક્કી કરી તેમની કાયમી કર્મચારી તરીકે નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિમણૂકના નિયમો પ્રમાણે અન્ય તમામ વિભાગોમાં કાયમી કર્મચારી તરીકે નિમણૂક સમયસર થઇ જાય છે.પરંતુ આરોગ્યના લેબોરેટરી ટેકનીશીયન અને લેબોરેટરી આસિસ્ટન્ટના આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં આ કાયમી નિમણૂક થવાનો હુકમ હજુ સુધી થયેલ નથી. જેના કારણે વડોદરા સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેકનિશયનો દ્વારા તેમને કાયમી કરવામાં આવે તે માદ કરવામાં આવી હતી.

વારંવાર કરવામાં આવી હતી રજૂઆત

કર્મચારીઓને કાયમી કરવા અંગેના ફાર્મસિસ્ટ, એકસ રે ટેકનીશીયન કાયમી નિમણૂક ના ઓર્ડર આવી ગયેલે છે.પરંતુ લેબોરેટરી ટેકનીશીયન અને લેબોરેટરી આસિસ્ટન્ટના કોઈ ઓર્ડર આવેલા નથી. આ બાબતે તેમને ગાંધીનગર વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પણ કરી છે અને કોરોના ના કપરા સમયમાં ઓવરટાઈમ કરીને પણ સરકારની સેવામાં અને માનવતાની દ્રષ્ટિએ લોકોને પણ નિસ્વાર્થ સેવા કરી છે.

વડોદરા લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર અપાયું

આ પણ વાંચો : રાજ્યના 14 જિલ્લાઓ પાસે RT-PCR ટેસ્ટ કરવા લેબોરેટરી જ નથી

સમ્માન નહીં હક્ક આપો

એક તરફ સરકાર આરોગ્ય કર્મચારી ને કોરોના વોરિયર્સ કહે છે અને બીજી બાજુ તેમના કાયદા માં આવતા હકો થી જ તેમને વંચિત રાખે છે તેથી તેમની સેવાઓનું અપમાન થઇ રહ્યું છે તેવું તેમને લાગી રહ્યું છે.વર્ગ-3ના આરોગ્ય કર્મીઓની તરીકે ઘણી વાર શાંતિથી રજૂઆત પણ કરેલી છે પરંતુ ના છૂટકે તેમને સામૂહિક હડતાળ પર જવા સિવાય કોઈ બીજો વિકલ્પ દેખાઈ નથી રહ્યો તેથી જો કાયદેસરની અને નિયમની યોગ્ય રીતે પાંચ વર્ષના સમયગાળા પછી લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટની કાયમી કર્મચારી કે તરીકે નિમણૂક તા નહીં થાય અને નિયમિત પગાર ધોરણ તથા તફાવતની રકમ ચૂકવવાનો હુકમ નહીં થાય ત્યાર સુધી તેઓ તારીખ 17 મી થી સામૂહિક રીતે અચોક્કસ મુદતની હડતાળ પાડવા પર મજબૂર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.