વડોદરા: છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શૈશવ સ્કૂલના સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદ ઊઠવા પામ્યો છે. આ વિવાદમાં વાલીઓએ શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચાર(Teachers Atrocities on Students) કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા જેને લઇ આજરોજ શાળાના સંચાલકો દ્વારા પોતાનો પક્ષ મૂકવા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
19 જેટલા વાલીઓએ તેમના બાળકની ફી રિફંડ માગી - પત્રકાર પરિષદમાં શાળાના સંચાલકો તરફે વકીલ ભાવિન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વાલીઓ દ્વારા કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અમુક ચોક્કસ લોકોના ઈશારે આ કાવત્રુ ઘડાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જે વાલીઓએ ખોટી રીતે આ હોબાળો મચાવ્યો છે. તેમની સામે બદનક્ષીનો દાવો અને જરૂર પડે ફોજદારી ગુન્હાની કાર્યવાહી(Criminal proceedings on Parents) પણ કરાશે 19 જેટલા વાલીઓએ તેમના બાળકની ફી રિફંડ માગી(Parents Asked for Refund) LC પણ માંગી હતી.
વિદ્યાર્થીના વાલીઓનીના આક્ષેપને ફગાવી કાઢ્યા - જે માટે આ વાલીઓ ન્યાય મળે એ માટે પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીના(District Education Officer) શરણે પણ પહોંચ્યા હતા. ત્યાં રજૂઆત કરી હતી. જે અંગે શૈશવ સ્કૂલના ટ્રસ્ટી(Shaishav School Trustee) દિવાનસિંગ ચૌધરીએ જરૂર પડે ત્યારે CCTV ફુટેજ રજૂ કરવાની પણ તૈયારી બતાવી હતી. વિદ્યાર્થીના વાલીઓનીના આક્ષેપને ફગાવી કાઢ્યા હતા. શૈશવ સ્કૂલના પક્ષ મુકતા 19 વાલીઓ દ્વારા કરાયેલા આક્ષેપો નિરાધાર હોવાનું જણાવ્યું હતું. શાળાને બદનામ(Defame Shaishav School Vadodara) કરવા માટે આ પ્રવૃતિ ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મામલો કચેરી તેમજ પોલીસ કચેરી સુધી પહોંચ્યો હતો - છેલ્લા ત્રણથી ચાર દિવસથી શૈશવ સ્કૂલના વાલીઓ દ્વારા સ્કૂલના સંચાલકો અને શિક્ષકો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો કચેરી તેમજ પોલીસ કચેરી સુધી પહોંચ્યો હતો જે આક્ષેપોને શાળાના સંચાલકો દ્વારા નિરાધાર હોવાનું પોતાનો પક્ષ મૂક્યો છે.