- વડોદરા શહેરમાં આજે 917 લોકોને અપાઇ રસી
- 89 વર્ષનાં ગાયનેકોલોજિસ્ટે કોરોના વાયરસનો પ્રથમ ડૉઝ લીધો
- 28 દિવસ બાદ ફરી વખત ડોઝ આપવામાં આવશે
વડોદરા: શહેર-જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં 10 સેન્ટરો ખાતે ૯૭૬ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમાં 89 વર્ષનાં ગાયનેકોલોજિસ્ટે કોરોના વાયરસની રસીનો પ્રથમ ડૉઝ લીધો હતો અને લોકોને પણ કોરોનાની રસી લેવાની અપીલ કરી હતી.
ભાઈલાલ અમીન હોસ્પિટલનાં 89 વર્ષનાં તબીબે મૂકાવી રસી
ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા 89 વર્ષીય ડૉ.રોહિત ભટ્ટે ગઈકાલે પ્રથમ ડોઝ લીધો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, ''બધાએ વેક્સિન લેવી જોઇએ. એનાથી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને અફવાઓ પર કોઇએ ધ્યાન આપવું જોઈએ નહિ. કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે અને 28 દિવસ બાદ ફરીવાર બીજો ડૉઝ આવશે ત્યારે પણ હું લઈશ.''
ત્રીજા રાઉન્ડમાં ૯૭૬ કોરોના વોરિયર્સે રસી મૂકાવી
વડોદરા શહેર-જિલ્લામાં ગઈકાલે રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લામાં 10 સેન્ટરો ઉભા કરીને 976 કોરોના વોરિયર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. વડોદરા શહેરનાં સમા વિસ્તારના રીધમ ખાતે બેન્કર્સ સહિત વીરો હોસ્પિટલોમાં 100 જેટલા કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આવી હતી.