- વડોદરાના નિઝામપુરા વિસ્તાર (Nizampura area of Vadodara)માં શ્વાનનો આતંક (Terror of Dog) વધ્યો
- નિઝામપુરામાં શ્વાનો (Dogs) એ નાના ભૂલકાઓને બનાવ્યા શિકાર
- સોસાયટીમાં બહાર નીકળતા જ બાળકોને શ્વાન (Dog) ભરે છે બચકાં
- સોસાયટીમાં રહેતી 6 વર્ષની બાળકીને શ્વાને (Dog) પહોંચાડી ગંભીર ઈજા
- કોર્પોરેશન (Corporation) પણ કોઈ વાત ન સાંભળતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વડોદરાઃ શહેરમાં રખડતા શ્વાનના (Stray dogs) ત્રાસના કારણે નાગરિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શહેરના નિઝામપુરા વિસ્તાર (Nizampura area of Vadodara)માં શ્વાનોનો એ હદે ત્રાસ વધી ગયો છે કે હવે આ શ્વાનો (Dogs) નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નિઝામપુરા વિસ્તારમાં (Nizampura area of Vadodara) આવેલી બેથલપાર્ક સોસાયટીમાં આશરે 100થી વધુ મકાન આવેલા છે. જ્યાં અસંખ્ય નાના બાળકો વસવાટ કરે છે. હાલ રખડતા શ્વાનના કારણે નાના બાળકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.
આ પણ વાંચોઃ વલસાડમાં રખડતા શ્વાનનો આતંક, હોળી રમતા બાળકને બચકા ભર્યા
સોસાયટીમાં રમતા બાળકો પર શ્વાને કર્યો હુમલો
100 મકાનની આ સોસાયટીમાં માણસોનું નહીં પણ શ્વાનોનું રાજ ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આશરે 15થી વધુ શ્વાનોએ નાના બાળકો સહિત સ્થાનિકોને બાનમાં લીધા છે. આજે ફરી એક વાર આ જ સોસાયટીમાં રહેતા કેટલાક નાના બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન એક શ્વાને અચાનક બાળકો પર હુમલો કરી દીધો હતો, જેના કારણે 6 વર્ષની નાની બાળકીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચોઃ વાંદરાનો આતંક, 31 વર્ષીય મહિલાને બચકું ભરતા મોત
સોસાયટીના લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર
મહત્ત્વનું છે કે, નિઝામપુરા વિસ્તાર (Nizampura Area)ની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત્ છે. ભૂતકાળમાં પણ અનેક વાર આ શ્વાનો (Dogs) સોસાયટીના નાના બાળકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. જેતે સમયે અનેકવાર પાલિકામાં રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિસ્તારના લોકો હાલ ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે.
રખડતા શ્વાનોનો પ્રશ્ન કાયમી રીતે હલ કરવાનો પ્રયત્ન કરાશેઃ વડોદરા મહાનગર સેવા સદન
નિઝામપુરામાં આવેલી બેથલપાર્ક (Bethal Park Society) સહિત આસપાસની સોસાયટીમાં શ્વાનના વધી ગયેલા ત્રાસ અંગે વડોદરા મહાનગર સેવાસદનના સ્થાયી સમિતિ (Standing Committee of Vadodara Mahanagar Seva Sadan)ના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રસ્તા ઉપર રખડતા શ્વાનોનો ગંભીર પ્રશ્ન છે. સરકારની ગાઈડલાઈન મુજબ, ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. આવનારા દિવસોમાં રખડતા શ્વાનોનો કાયમી પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શ્વાનનો પ્રશ્ન હલ કરવાની વાત કરતા કોર્પોરેશન તંત્ર દ્વારા કોર્પોરેશનની કચેરીઓમાં જ રખડતા શ્વાનોનોનો પ્રશ્ન હલ નથી થઇ રહ્યો.