વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાંથી આગામી 2025 સુધીમાં ટીબી રોગ નાબૂદ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીના આ સંકલ્પને ઝીલી લઇ વડોદરામાં સામાજિક સંસ્થાઓ અને અગ્રણી નાગરિકોને જોડી આ અભિયાન ચલાવવાનો રંજન ભટ્ટે MP Ranjan Bhatt Campaign ગત્ત દિવાળીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જે બાદ શહેરમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો અને કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. ટીબી નિર્મૂલન અભિયાનમાં (TB Free Campaign) જોડાવા માટે 1200 જેટલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સહમત થઇ હતી.
દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવાનો અભિયાનનો શુભાશય
અભિયાન પાછળનો શુભાશય એ છે કે ટીબીના (TB Free Campaign Vadodara) દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા મોંઘાભાવની દવાઓ વિનામૂલ્યે આપવા ઉપરાંત રૂપિયા 500ની માસિક સહાય કરવામાં આવે છે. આ દર્દીઓને જરૂર માત્ર હૂંફ અને લાગણીની હોય છે. સહયોગ પૂરો પાડવા માટે ઉક્ત સેવાભાવી લોકો તૈયાર થયા છે. વડોદરામાં 2400થી પણ વધુ ટીબી દર્દીઓને વિવિધ સંસ્થાઓને દત્તક આપવામાં આવ્યા છે, જેમાં દર્દીઓ સાથે નિયમતિ સંપર્ક રાખવામાં આવશે. તેમનું મેડિકેશન નિયમિત રીતે ચાલે છે કે કેમ તેને જરૂરી પોષક આહાર લે છે કે કેમ તેને કોઇ જરૂરિયાત છે કેમ એવી બાબતોની દરકાર લેવામાં આવશે.
રંજનબેને આ અભિયાન શરૂ કરી સમાજને એક સાચો સંદેશ આપ્યો છે: આનંદીબેન પટેલ
ટીબીના દર્દીઓને વિવિધ સંસ્થાઓ દ્વારા દત્તક લેવાનો કાર્યક્રમ (TB Patient Adoption Program) છાણી ખાતે યોજાયો હતો. તેમાં આનંદી પટેલે (UP Governor Anandiben Patel) કહ્યું કે માર્ગો, શિક્ષણ, વીજળી અને પાણી સહિતના વિકાસ કામો કરવા સાથે લોકોના આરોગ્ય પ્રત્યે, જનઆરોગ્ય માટે કામ કરવું એ પણ લોકપ્રતિનિધિઓની અગ્રતાક્રમની ફરજ છે. ઘરમાં કોઇ એક બિમારી આવી જાય ત્યારે ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. દીકરી- દીકરાને બિમારી હોય તો તે ભણી શકતા નથી, તે પગભર થઇ શકતા નથી, તેમના લગ્ન કરાવી શકાતા નથી. દવાખાનાની ચિંતા સાથે પરિવાર ઉપર આર્થિક ભારણ વધે છે. એમાંય ટીબી જેવા રોગ હોય તેવા સમયે પરિવાર સાથે સામાજિક અલગાવ કરી દેવામાં આવે છે. આવા સમયે રંજનબેને આ અભિયાન શરૂ કરી સમાજને એક સાચો સંદેશ આપ્યો છે. તેમણે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીબી નાબૂદી માટે ચલાવાયેલા અભિયાની વિગતો પણ પ્રસ્તુત કરી હતી.
મહાનુભાવોના હસ્તે દર્દીઓને પોષક આહારની કિટ્સ અર્પણ કરાઈ
સી.આર.પાટીલે (CR Patil Vadodara) કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોલ ઝીલીને ટીબીના દર્દીઓને દત્તક લેવાના, લેવડાવાનું અભિયાન ચલાવી સાંસદ રંજન ભટ્ટે જનસેવા કરવામાં અલગ કેડી કંડારી છે. લોકોને મદદરૂપ થવું એ આપણી સૌની પ્રાથમિક ફરજ છે. કોરોનાકાળનું ઉદાહરણ આપતા પાટીલે કહ્યું કે, રાજ્યમાં સાંસદો, ધારાસભ્યોએ કોરોનાના દર્દીઓની સારવાર માટે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા હતા, જેમાં સારવાર લેનારા દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી નહોતી. કાર્યકરોએ લાગણી સાથે દર્દીઓની સેવા કરી હતી. વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં વડોદરા પાછું નહીં પડે. અહી લોકો દર્દીઓની સેવા કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તેમણે અભિયાની ભૂમિકા સમજાવી હતી. મહાનુભાવોના હસ્તે દર્દીઓને પોષક આહારની કિટ્સ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ મહાનુભાવોએ કોરોના રસીકરણમાં નવું સિમાચિહ્ન સ્થાપિત કરવા બદલ વડાપ્રધાનની ચિત્રકારી પર સહી કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: Omicron in Vadodara: વડોદરામાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, કુલ 21 થયા
આ પણ વાંચો: Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...