- પાયોનિયર હોસ્પિટલ કેમ્પસમાં પોચી જમીનમાં ફસાયું ટેન્કર
- ઓક્સિજનનો જથ્થો લઇને જતી વખતે ટેન્કર ફસાયું
- જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી આપ્યું માર્ગદર્શન
વડોદરા: જિલ્લામાં પડેલા વરસાદનાં કારણે જમીન ભીની અને પોચી હોવાથી હોસ્પિટલનાં કેમ્પસમાં ફસાઇ ગયુ હતું. જેની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ-પંચાયત અને સ્ટેટનાં અધિકારીઓ ક્રેઇન તેમજ અન્ય જરૂરી ઉપકરણો સાથે પહોંચીને, ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કરી, જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતથી આવતો ઓક્સિનજ કન્ટેરન રેવારી આવી રસ્તો ભુલ્યો
ટેન્કર ફસાતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ
પાયોનિયર હોસ્પિટલ કેમ્પસમાં વરસાદથી પોચી થયેલી જમીનમાં ઓક્સિજન પુરવઠો લઈને આવેલું ટેન્કર ફસાઈ જતાં સંબંધિત વિભાગોએ તાત્કાલિક JCB જેવા ઉપકરણોની મદદથી તેને ઉગારીને બહાર લાવવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાંના પગલે ભૂજમાં કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજન અને પાવર બેકઅપ વ્યવસ્થા કરવામાં આવી
જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી માર્ગદર્શન આપ્યું
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કરી, જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં EMEના ભારે ઇજનેરી વિભાગની ટીમ પણ જોડાઇ હતી.