વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો વારંવાર હેરાન પરેશાન (stray cattle in Vadodara) થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક રખડતા ઢોરે એક વાહન ચાલકને લેતા વ્યક્તિએ જેવું ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા વારંવાર રખડતા ઢોર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગત મોડી રાત્રે એક સગર્ભા મહિલાને ગાયે ભેટી મારતા સગર્ભા મહિલાના ગર્ભમાં રહેલું બાળકનું મૃત્યુ નીપજ્યું છે. (Death to stray cattle in Vadodara)
શહેરમાં યમદૂત બની ફરી રહી છે રખડતી રંજાડ વડોદરા શહેરના સલટવાળા વિસ્તારમાં તુલસીભાઈની ચાલમાં રહેતી એક ગર્ભવતી મહિલાને રખડતા ઢોરે ભેટી મળતા ગર્ભમાં રહેલ બાળકનું મૃત્યુ નીપજતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રખડતા ઢોરના (Torture of stray cattle in Vadodara) કારણે શહેરમાં કેટલાય લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો કોઈ વ્યક્તિએ હાથ, પગ, આંખ જેવા અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કિસ્સા અગાઉ સામે આવેલા છે, ત્યારે ગત મોડી રાત્રે આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવતા ખુબ જ ગંભીર બાબત કહી શકાય છે. (stray cattle in Vadodara woman hit)
પાલિકા તંત્રની આંખ ખુલશે કે કેમ? વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે ઘટનાઓ બની ચુકી છે. ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. રખડતા ઢોરના કારણે નાગરિકો સતત ભોગ બની છે અને કેટલાક નાગરિકોના મૃત્યુ પણ નિપજ્યા છે, ત્યારે ફરી આ પ્રકારની ઘટનાથી વડોદરા પાલિકા તંત્રની આંખ ખુલે છે કે કેમ તે જોવું રહ્યું. stray cattle attacked pregnant woman, VMC operation on stray cattle