વડોદરા શહેરમાં નવરાત્રિની તૈયારી (Navratri festival) પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે અહીં છેલ્લા 25 વર્ષથી બાળકો માટે ગરબાનું આયોજન કરતા અલૈયા બલૈયા ગૃપે (Alaiya Balaiya Group) પણ વિશેષ તૈયારી કરી છે. આ ગૃપ દર વર્ષે એક વર્ષથી 16 વર્ષના બાળકો માટે ગરબાનું આયોજન (Navratri festival arrangement for children) કરે છે.
મેદાનમાં કરાય છે આયોજન મહત્વની વાત એ છે કે, અહીં એક વર્ષથી મેદાનમાં 16 વર્ષ સુધીના બાળકો નિઃશુલ્ક ગરબાનો આનંદ માણી શકે છે. આ સમગ્ર આયોજન શહેરના માંજલપુર વિસ્તારમાં (manjalpur vadodara ) પંચશીલના મેદાનમાં કરવામાં આવે છે.
અલૈયા બલૈયા નામ શા માટે 25 વર્ષ પૂર્વે એક પત્રકારના મનમાં વિચાર આવ્યો હતો કે, બાળકો માટે એક અલાયદી નવરાત્રિ હોવી જોઈએ. આજ વિચાર ને લઈ બાળકોની ,બાળકો માટે, બાળકો દ્વારા થતી નિર્દોષ નવરાત્રી એટલે અલૈયા બલૈયા નામ (Alaiya Balaiya Group) આપવામાં આવ્યું હતું. આજ દિન સુધી કોઈ પણ બાળક પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. બાળકો માટે જ નહીં પરંતું સાથે આવતા માતા પિતા માટે પણ નજીવા દરે પ્રવેશ આપી ગરબાની રમઝટ બોલાવી શકે છે.
બાળકો માટે, બાળકો દ્વારા અને બાળકો થકી થતું આયોજન અલૈયા બલૈયા ગૃપના (Alaiya Balaiya Group) સંયોજક અજય દવેએ જણાવ્યું હતું કે, 25 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલ બાળકો માટે અલૈયા બલૈયા ગૃપ (Alaiya Balaiya Group) આજે પણ નિરંતર કાર્યરત્ છે અને એ સમયે માતાજીને આરાધના કરી જ્યાં સુધી ગરવાનું આયોજન કરીશું. ત્યાં સુધી 16 વર્ષથી નીચેના બાળકો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના ગરબે ઝૂમાવીશુ તેવું માતાજીને વચન આપ્યું હતું, જે આજે પણ અમે જાળવી રાખ્યું છે.
હજારો બાળકો રમશે ગરબા આ ગરબા બાળકોના, બાળકો માટે, બાળકો દ્વારા કરવામાં આવે છે. એટલે કે, બાળકો દ્વારા ગરબા ગાવા માટે બાળ કલાકારો હોય છે. સાથે વાજિંત્રો વગાડનારા પણ બાળકો હોય છે. તેમ જ ગરબે રમનાર પણ બાળકો હોય છે. એટલે અલૈયા બલૈયા ગૃપ (Alaiya Balaiya Group) દ્વારા આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં બાળકો અહીં ગરબા રમવા આવશે.
2 વર્ષ કોરોના મહામારી બાદ આયોજન વધુમાં તેમણે જણાવ્યું હતું કે. 2 વર્ષના કોરોના કાળ (Covid Cases in Gujarat) બાદ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વર્ષે વરસાદની પણ આગાહીના પગલે આ મેદાન વડોદરા શહેરનું સૌથી ઊંચું મેદાન છે અને ક્યારે પણ અહીં પાણી ભરાતું નથી, જે માતાજીની અસીમ કૃપા છે. આજે પણ આયોજનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મોટા બાળ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં1બાળકો ગરબે રમવા આવે છે અને ખુબજ ઉત્સાહ જોવા મળતો હોય છે.