વડોદરા- વડોદરા જિલ્લામાં આમ તો સાર્વત્રિક વરસાદ (Monsoon Gujarat 2022 )નથી પડ્યો. જોકે જિલ્લાના કરજણ તાલુકાની વાત કરીએ તો અહીં 17 ટકા જમીનમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો (Rain in Karjan 2022) છે. જિલ્લાની દ્રષ્ટિએ સૌથી વધુ કરજણમાં 29102 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થઇ (Cultivation of Kharif crop in 29102 hectares of land in Karjan) ગયું છે.
મહેનતની મોસમ- ખેડૂતોને જેને માટે જગતના તાત કહેવામાં આવ્યાં છે તે ખેતર ખેડવાની આ મોસમ ભારે મહેનતની મોસમ બની રહે છે. ત્યારે વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિક્ષેત્રમાં હવે મહેનતની મોસમ આવી છે. જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂરજોશમાં (Sowing started in Karjan ) ચાલી રહ્યું છે. કુલ વાવેતર વિસ્તારના 17 ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઇ ચૂકી છે. હજુ પણ વાવણી કાર્ય ચાલી રહ્યું છે. કરજણના કુલ વાવેતર વિસ્તાર 2,45,978 સામે અત્યાર સુધીમાં 42,627 હેક્ટર જમીનમાં વાવણી (Cultivation of Kharif crop) થઈ છે.
આ છે વાવણીનો શિરસ્તો -સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો મેઘરાજાની આશીર્વાદ સાથે જમીનમાં વાવણિયા (Sowing started in Karjan )ચલાવી રહ્યા છે. વાવણી કરવા માટે પણ ખેડૂતો એક શિરસ્તાનું (Crop sowing custom in Karjan) પાલન કરે છે. યોગ્ય વરસાદ વરસ્યા બાદ ખેડૂતો સર્વ પ્રથમ પોતાના બળદને તેલ પીવડાવી તાજામાજા કરે છે. સાથે તેને ગોળ પણ ખવડાવવામાં આવે છે. બાદ બળદને પણ તિલક કરી ગાડું જોડવામાં આવે છે. વાવણી પૂર્વે અક્ષય તૃતીયાએ પણ જમીનનું પૂજન કરવાનું મહાત્મ્ય છે. જોકે દેશકાળે વિધિ પરંપરા પણ બદલાઇ તેમ કરજણમાં પાક વાવણી રિવાજ પણ અલગ દેખાય છે.
આ પણ વાંચોઃ Bhim Agiyaras 2022 : ધરતીપુત્રોએ કર્યા વાવણીના શ્રી ગણેશાય
કયા પાકની વાવણી થઇ - વાવેતરમાં કયા પાક છે તે વિશે જોઇએ તો ડાંગર,તુવેરી,સોયાબીન,કપાસ,ગુવાર, શાકભાજી,અને ઘાસચારાની વાવણી (Sowing started in Karjan )કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓને ધ્યાને રાખતા કુલ વાવેતર વિસ્તાર 245978 સામે અત્યાર સુધીમાં 42627 હેક્ટર જમીનમાં વાવણી (Cultivation of Kharif crop) થઇ ચૂકી છે. તાલુકા પ્રમાણે જોઇએ તો કરણજણમાં સૌથી વધારે 29102, ડભોઇમાં 7588, ડેસરમાં 110, પાદરામાં 2008, સાવલીમાં 396, શિનોરમાં 581, વડોદરા તાલુકામાં 2544 અને વાઘોડિયા તાલુકામાં 298 હેક્ટર જમીનમાં ખરીફ પાકની વાવણી થઇ છે.પાક પ્રમાણે જોઇએ તો ડાંગરની 61, તુવેરની 2407 સોયાબીનની 540, કપાસની 36325, ગુવારની 11, શાકભાજીની 1469 અને ઘાસચારાની 1418 હેક્ટર જમીનમાં વાવણી થઈ છે.