ETV Bharat / city

તૌકતેની અસરઃ અટલાદરા કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને સમરસ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા

તૌકતે વાવાઝોડાના પગલે કોવિડ કેર સેન્ટરમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. તેમજ તકેદારીના પગલે વાવાઝોડાની સંભવિત અસર થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરાના અટલાદરા કોવિડ હોસ્પિટલમાં 145 થી વધુ દર્દીઓને સમરસ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે.

અટલાદરા કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને સમરસ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા

author img

By

Published : May 18, 2021, 3:57 PM IST

  • તૌકતેના પગલે કોવિડ દર્દીઓનું સ્થળાંતર કરાયુ
  • વાવાઝોડાને લઈ સમરસ કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા
  • જિલ્લા અને તાલુકા નિયંત્રણ કક્ષો આખી રાત ધમધમતા રહ્યાં

વડોદરાઃ તૌકતે વાવાઝોડાને ઘ્યાનમાં રાખી મોડી રાત્રે અટલાદર કોવિડ હોસ્પિટલમાંથી 145થી વધુ દર્દીઓને સલામત રીતે ખસેડ્યા હતા. દર્દીઓનું કોવિડ કેર સેન્ટરમાંથી સમરસ હોસ્પિટલમાંથી સફળતા સ્થળાંતર કરવામાં આવ્યુ.

અટલાદરા કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને સમરસ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા
અટલાદરા કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને સમરસ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા

વાવાઝોડાને લઈ સમરસ કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા

તૌકતે વાવાઝોડા ગુજરાત પર ત્રાટક્યુ છે જેના પગલે અટલાદરા હોસ્પિટલમાં 145થી વધુ દર્દીઓને સમરસ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા દર્દીને સલામત રીતે ખસેડ્યા પછી સ્થળાંતરનું કામ સફળતા પુર્વક પૂરું થયું છે. ખાસ ફરજ પરના અધિકારીએ વ્યક્તિગત રીતે આ પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કર્યું હતું.
તેમણે અટલાદરા હોસ્પિટલ ખાતેના સુરક્ષાકર્મીઓ, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફને તમામ ઉપકરણો, દવાઓ અને અન્ય પુરવઠાની સલામતી સાચવવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે પરિસ્થિતિ પૂર્વવત થાય એટલે ફરીથી આ સુવિધાનો સારવાર માટે ઉપયોગ કરવાનો સંકેત આપ્યો હતો.

આ પણ વાંચોઃ તૌકતેને લઈને રાજ્યનુ આરોગ્ય વિભાગ એલર્ટ પર

જિલ્લા અને તાલુકા નિયંત્રણ કક્ષો આખી રાત ધમધમતા રહ્યાં

વડોદરા ખાતેનો જિલ્લા નિયંત્રણ કક્ષ અને તાલુકાઓના નિયંત્રણ ક્ક્ષો સતત બીજા દિવસે રાતે પણ ધમધમતા રહ્યાં હતાં. અધિકારીઓએ સતત જિલ્લા નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવ્યો હતો. મોટેભાગે ચોમાસાંમાં ભારે વરસાદના સંજોગોમાં આ સ્થિતિ સર્જાતી હોય છે. પહેલીવાર તૌકતેના પગલે ચોમાસાં પુર્વે સ્થિતિ સર્જાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.