ETV Bharat / city

કોરોનાને કારણે વડોદરાની BOB બંધ થતા સિનિયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો - વડોદરાની બેન્ક ઓફ બરોડા

શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાના મુખ્ય બ્રાન્ચના પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ શાખાને બંધ કરી દેવામાં આવી છે. જેથી સિનિયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમણે અન્ય અધિકારીઓ અને સ્ટાફને નિયુક્ત કરી સેવાઓ આપવા માટે માગણી કરી હતી.

ETV BHARAT
કોરોનાને કારણે વડોદરાની BOB બંધ થતાં સિનિયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો
author img

By

Published : May 14, 2020, 3:06 PM IST

વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાના મુખ્ય બ્રાન્ચના પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આ શાખાને બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 40 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. બેન્ક બંધ થવાના કારણે સિનિયર સીટીઝન ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સિનિયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમણે અન્ય અધિકારીઓ અને સ્ટાફને નિયુક્ત કરી સેવાઓ આપવા માટે માગણી કરી હતી.

કોરોનાને કારણે વડોદરાની BOB બંધ થતાં સિનિયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો

આ બેન્ક 4 મે થી બંધ કરવામાં આવી છે અને બેન્ક સત્તાધીશોએ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરી દીધા છે. એવામાં ચાર દરવાજા વિસ્તારના ખાતેદારોએ લહેરીપુરાની શાખામાં ધસારો કર્યો હતો. જેથી લહેરીપુરાની શાખામાં ભીડ જામી હતી અને તેના કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ભાન પણ ભૂલ્યા હતા.

આ અંગે બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું કે, 18 મેના રોજ માંડવીની મેઇન બ્રાન્ચ શરૂ કરવામાં આવશે. આ સમય દરમિયાન કોર બેન્કિંગ હોવાના કારણે ખાતેદારોને અન્ય શાખાઓમાંથી બેન્કિંગ સેવાઓ મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.