વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય (MLA from Savli Vadodara) કેતન ઇનામદાર દ્વારા યુવા સંમેલનમાં કાયદાની એસી કી તેસી કરી બહુ મોટી ભડાસ હાંકી હતી. હૂંકાર કર્યો હતો કે તમારી બાઇક પોલીસ ક્યાંય પણ પકડે અને લાયસન્સ માંગે ( police ask for your vehicle license) અને ના હોય તો મારું નામ આપજો પોલીસ છોડી દેશે. જોકે આ ભડાસ માત્ર સાવલી પૂરતી સમિતિ છે. સાવલીના કોઇ પણ બાઈક ચાલકને લાયસન્સની જરૂર આખા ગુજરાતમાં જરૂર નહીં પડે તેવો હૂંકાર કર્યો હતો.
ટ્રાફિક પોલીસ યોજે છે ટ્રાફિક નિયમનો અને લાઇસન્સના કેમ્પો જિલ્લા ટ્રાફિક પોલીસ (Vadodara District Traffic Police) દ્વારા આશરે 50 જેટલી બાઈકો કરી ડીટેઈન (Traffic police detained motor cycles) કરી હતી. બાઈક ચાલકો દ્વારા કેતન ઈનામદારને રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય કેતન ઇનામદાર સાવલી પોલીસ સ્ટેશનએ (Savli Police Station) પહોંચી યોગ્ય રજૂઆત કરી બાઈકો પરત કરાવી હતી. શું આ કેતન ઈનામદારના ચુનાવી હૂંકાર કોને ઠેસ પહોંચાડશે? શું નેતાઓને નથી રહ્યો કાયદાનો ડર? આ પ્રકારના વાણી વિલાસથી લોકો ગેરમાર્ગે દોરાય તે માટે જવાબદાર કોણ? ટ્રાફિક પોલીસ અનેક વખત ટ્રાફિક નિયમનો અને લાઇસન્સના કેમ્પો (Traffic regulations and licensing camps) યોજતી આવી છે.
કેતન ઇનામદારએ આપ્યો ખુલાસો લોકોની જાગૃતિ માટે કેમ્પો યોજાય છે તો નેતાઓ શું તેના પર પાણી ફેરવી રહ્યા છે. ટોળું લઈને સાવલી પોલીસ મથકે દોડ્યા ધારાસભ્ય, શું આ ચુનાવી ગતકડું છે? તે એક સવાલ શું પોલીસ વિભાગ કે ભાજપ આ પ્રકારના વાણી વિલાસ સામે પગલાં ભરશે ખરો? વિડીયો વાયરલ થયા પછી ધારાસભ્ય કેતન ઇનામદારએ આ વાતનો ખુલાસો આપતા જણાવ્યું હતું કે, તેમની આ વાતને તોડી મરોડીને બતાવવામાં આવી રહી છે.
મારું નામ આપજો પોલીસ છોડી દેશે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું હતું કે, લાયસન્સ એ પુરાવો છે. જેથી તેમને આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા યુવા સંમેલનમાં કાયદાની એસી કી તેસી કરી બહુ મોટી બડાસ હાંકી હતી. હૂંકાર કર્યો હતો કે, તમારી બાઇક પોલીસ ક્યાંય પણ પકડે અને લાયસન્સ માંગે અને ના હોય તો મારું નામ આપજો પોલીસ છોડી દેશે.