વડોદરા: હરિધામ સોખડા (Controversy over fighting in Vadodara Sokhada Haridham) પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે તે સત્યતાથી વેગળી (story is different from truth) છે.
મારામારી બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો
મારામારી બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને રદ્દીયો આપતા સ્વામીજીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને લઇને મંદિરમાં બહારના દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાતો વહી રહી છે તે સત્યતાથી વેગળી
પ્રબોધ સ્વામીજીએ જણાવ્યું હતું કે, મંદિરમાં બધા આનંદમાં છીએ અને હરિધામ પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે તે વાતો સત્યતાથી વેગળી છે અને વાતમાં તથ્ય નથી.
અમારા સંતોને અંદરોઅંદર કોઇ વિખવાદ નથી
અમારા સંતોને અંદરોઅંદર કોઇ વિખવાદ નથી. બધા સંતો ભેગા બેસીને આનંદ કરીએ છીએ.વધુ ઉમેર્યું કે, સોશિયલ મીડિયામાં અણસમઝણે કરી અને ખોટી વાતો વહેતી મુકે છે. એ વાતનો સ્વિકારવાની કોઇ જરૂરીયાત નથી.
સ્વામીજીના કાર્યને આપણે વેગ આપવાનો છે.
કોઇ વાત કરતું હોય તો વાત સાંભળવાની જરૂર નથી અને કોઇ ફોન દ્વારા સંદેશ આપે તો તેને ઇગ્નોર કરવાનો. નેગેટીવીટ આપણે ચલાવવી નથી. સ્વામીજીના કાર્યને આપણે વેગ આપવાનો છે. બધુ ભુલીને ખભેખભા મીલાવી આત્મીયતાથી દોડવું છે અને આત્મીયતાથી અને સદભાવથી દોડતા થઇએ તે જ આજના દિવસે તમામના ચરણોમાં પ્રાર્થના.
હરિધામ સારૂ ચાલી રહ્યું છે
પ્રેમ સ્વામીએ જણાવ્યું હતું કે, પુ. પ્રબોધ સ્વામીએ કહ્યું એ પ્રમાણે હરિધામ સારૂ ચાલી રહ્યું છે. ભેગા મળીને અમે આનંદ કરીએ છીએ અને સ્વામીજી હતા અને જે આનંદ સાથે જીવતા હતા તેવી જ રીતે જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં પડવું જ નથી જે થયું તેને ભુલી જઇએ. આપણે બધા ભેગા મળીને દોડીએ અને સમાજ આપણી સાથે જ છે.
આ પણ વાંચો:
Sokhada Haridham Case : વડોદરા હરિધામ સોખડામાં મારામારી મામલો, પોલીસ સમક્ષ અનુજ ચૌહાણ થયો હાજર