વડોદરા: કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. તો હવે ઓમિક્રોને ભારતમાં પણ પગપેસારો કર્યો છે. વડોદરામાં કોરોનાના કેસમાં રોકેટગતિએ (Corona In Vadodara) વધારો થઈ રહ્યો છે. વડોદરામાં રોજ કોરોનાના 400 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યાં છે, ત્યારે OSD ડો. વિનોદ રાવના સલાહકાર અને વડોદરા શહેર જિલ્લાના કોવિડ ઓબ્ઝર્વર ડો. શીતલ મિસ્ત્રીએ ઓમિક્રોન વાઇરસ અંગે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ છે. આ વેરિયન્ટમાં દર્દીના મોતનું પ્રમાણ ઓછું છે.
કમિટીના અનુભવના આધારે તકેદારીના પગલાં લેવાશે
OSD ડો. વિનોદ રાવની આગેવાનીમાં બીજા લહેર વખતની કમિતિનું પુનઃગઠન (working committee headed by OSD Dr Vinod Rao) કરવામાં આવ્યું છે. આ કમિટી ત્રીજી લહેર વખતે તેમના અનુભવના આધારે આ વખતે કામગીરી કરશે, જેમાં હોસ્પિટલમાં આવનારા દર્દીઓને ઓક્સિજન સહિતની તકલીફ ન પડે તેનું સતત મોનીટરીંગ કરશે અને આ દિશામાં કામગીરી કરશે.
વડોદરામાં ત્રીજી લહેરની શરૂઆત
તાજેતરમાં કોરોના જે રીતે કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે કોવિડ ઓબ્ઝર્વર ડો. શીતલ મિસ્ત્રીએ વડોદરામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે હજુ કોરોના તેના પિક પર નથી. આગામી સમયમાં કોરોના તેના પિક પર આવશે. તાજેતરમાં સરકાર દ્વારા કોરોનાના વધતા કેસને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે કોવિડ ઓબ્ઝર્વર ડો. શીતલ મિસ્ત્રીએ (Dr. Sheetal Mistry On Corona) શહેરીજનોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેને લઈને કોરોનાને વધુ સ્પ્રેડ થતો અટકાવી શકશે.
આ પણ વાંચો: Uttarayan SOP Gujarat: DJ વગર ઉજવાશે ઉત્તરાયણ, બહારના વ્યક્તિને ધાબા પર પ્રવેશ નહીં
આ પણ વાંચો: Deltacron New Variant of Corona: ઓમિક્રોન પછી મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન, સાઈપ્રસમાં થઈ પુષ્ટિ