ETV Bharat / city

Reactions to Koshyari statement : ગુજરાતના ખૂણેખૂણાના લોકોએ કોશ્યારીના નિવેદન અંગે શું આપી પ્રતિક્રિયા જૂઓ - કોશ્યારીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ (Maharashtra Governor Bhagat Singh Koshyari) આપેલા ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના મુંબઇના વિકાસમાં (Maharashtra Governor Koshyari Remarks on Mumbai) પ્રદાનના મામલે આપેલા નિવેદનને લઇને મોટો વિવાદ થઇ ગયો છે. ત્યારે ગુજરાતમાંથી પણ આ મુદ્દે લોકોનો અવાજ સામે આવ્યો છે. ઈટીવી ભારતના અમદાવાદ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ વિસ્તારના લોકોએ શુું (Reactions to Koshyari statement) કહ્યું તે જૂઓ.

Reactions to Koshyari statement : ગુજરાતના ખૂણેખૂણાના લોકોએ કોશ્યારીના નિવેદન અંગે શું આપી પ્રતિક્રિયા જૂઓ

author img

By

Published : Jul 30, 2022, 8:37 PM IST

Updated : Jul 30, 2022, 9:44 PM IST

ન્યૂઝ ડેસ્ક- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ (Maharashtra Governor Bhagat Singh Koshyari) એક નિવેદન આપ્યું હતું કે મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હાંકી કાઢ્યા પછી મુંબઈ થાને અને આસપાસના વિસ્તારોમાં પૈસા (Maharashtra Governor Koshyari Remarks on Mumbai) બચશે નહીં. આ મામલે ગુજરાતીઓએ પ્રતિક્રિયા (Reactions to Koshyari statement) આપી હતી.

અમદાવાદીઓએ પ્રતિક્રિયા આપી કે રાજ્યપાલ કોશ્યારીએ જે નિવેદન આપ્યું છે તે એકદમ....

અમદાવાસીઓની પ્રતિક્રિયા - ગુજરાતી યુવક શીતલ સંઘવીએ કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલે જે નિવેદન આપ્યું છે તે એકદમ સાચું છે. કારણકે ગુજરાતી જન્મથી જ પૈસા બચાવતા શીખે છે. એટલે પૈસા બચાવીને તેઓ આર્થિક રીતે સદ્ધર બનતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાં આર્થિક રીતે સધ્ધર હોય તો સૌથી વધારે ગુજરાતીઓ જ છે અને જો આવું ન થાય તો મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ બગડી શકે છે. ત્યારે અન્ય એક ગુજરાતી યુવક ચિંતન ચોકસીએ જણાવ્યું કે ગુજરાતીઓ નાનપણથી જ તેમના માતા પિતા પૈસા બચાવતા શીખવે છે. તેમજ ગુજરાતીઓ પોતાની જાતે જ પગભર થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલે જે નિવેદન ગુજરાતીઓ માટે આપ્યું છે તે સાચું છે. બીજીતરફ આ નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો. છે. અનેક પક્ષના નેતાઓ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુજરાતીઓના મતે આ નિવેદન યોગ્ય છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ પરના નિવેદન પર ફસાયા કોશિયારી, CM શિંદે ભરી શકે છે મોટુ પગલું

ભાવનગરમાં લોકો શું કહી રહ્યાં છે - ભાવનગર શહેરમાં ગુજરાતીઓએ મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન બાદ ગુજરાતીઓએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. રાજ્ય ભલે અલગ હોય પરંતુ સમાજ માટે સીમાડા નથી હોતા. ત્યારે ભાવનગરના ગુજરાતીઓએ કહ્યું કે ગુજરાતના અને રાજસ્થાનના મોટા વ્યાપારીઓ મહારાષ્ટ્રમાં વસે છે. મહારાષ્ટ્રમાં ચાલતા વ્યાપાર અને ઉદ્યોગ જગતના શ્રેષ્ઠીઓમાં ગુજરાતીઓ છે.

ભાવનગરના ગુજરાતીઓએ કહ્યું કે ગુજરાતના અને રાજસ્થાનના...

ભાવનગરના સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ યાદવે જણાવ્યું હતું કે ભારત દેશ અનેક સમાજોથી બનેલો છે. ગુજરાતીઓ મહારાષ્ટ્ર જ નહી, દેશ વિદેશમાં વસે છે. રાજ્યપાલ માટે દરેક સમાજ હોય છે ત્યારે આ પ્રકારનું નિવેદન આપવું ન જોઈએ. ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહ્યાં છે અને રહેશે.તેમજ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યારે રાજ્યપાલ જેવા હોદ્દા પર હોય ત્યારે દેશ એક સમાન અને સમાજ એક હોય છે. રાજ્યપાલને સીમાડાના વિવાદ ઉભો ના કરવા જોઈએ.ગુજરાતીઓ બધે વસે છે. આ રાજ્યપાલને શોભે નહીં.

આ પણ વાંચોઃ ભગતસિંહ કોશ્યારી ગુજરાતીઓ વિશે એવું તો શું બોલ્યા કે ભડક્યા સંજય રાઉત

જૂનાગઢવાસીઓએ પણ પ્રતિક્રિયા આપી- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી અને રાજસ્થાન પરિવારો અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો વગર મહારાષ્ટ્રની આર્થિક રાજધાની શક્ય નથી તેવું નિવેદન કર્યું છે તેના પર જૂનાગઢવાસીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જે રીતે ગુજરાતી પરિવારોના વખાણ કર્યા છે તેને લઈને જૂનાગઢવાસીઓએ ખુશી વ્યક્ત કરી છે.

જૂનાગઢવાસીઓએ કહ્યું કે મહારાષ્ટ્રનો મોટા ભાગનો કારોબાર ...

જે રીતે ગુજરાતી પ્રજાના લોહીમાં વેપાર વણાયેલો છે ત્યારે મહારાષ્ટ્રનો મોટા ભાગનો કારોબાર ગુજરાતી વેપારી અને પરિવારો સાથે જોડાયેલો જોવા મળે છે. ત્યારે મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં પણ ગુજરાતી પરિવારો વેપારીઓ જે રીતે વર્ચસ્વ ધરાવી રહ્યા છે તે ગુજરાતને બહુમાન અપાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ગુજરાતીઓને મહારાષ્ટ્રના આર્થિક વિકાસમાં મહત્વના ગણ્યા છે જેને જૂનાગઢવાસીઓ ખૂબ જ ગર્વભેર આવકારી રહ્યા છે.

કોશ્યારીના નિવેદન પર પોતાના મંતવ્ય જણાવી રહ્યાં છે વડોદરાવાસીઓ...

વડોદરામાંથી શું આવી પ્રતિક્રિયા - વડોદરાના વાસીઓ પણ રાજ્યપાલ કોશ્યારીના નિવેદનને લઇને પોતાના મંતવ્ય જણાવી રહ્યાં છે. મોટાભાગના નાગરિકોએ રાજ્યપાલના નિવેદનને સમર્થન આપ્યું હતું તો અન્ય એક શહેરીજને તેને પોલિટિકલ સ્ટેન્ડ ગણાવ્યું હતું.વડોદરાના કૌશર ખાન, અતુલ ગામેચી, જીગેન વોરા, લકી પરદેશી, અને દીપક પાલકરે પોતાના મંતવ્યો જણાવ્યાં હતાં.

Last Updated : Jul 30, 2022, 9:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.