વડોદરા SSG હોસ્પિટલમાં કેટલીક વખત ચાલતી લાલીયાવાડીના કિસ્સાઓ (Vadodara SSG Hospital) સામે આવ્યા છે, પરંતુ તેના પરથી તંત્રએ કોઈ બોધપાઠ નહિ લીધો હોવાની પ્રતીતિ કરાવતા સમાચાર સામે આવ્યા છે. જેમાં અગાઉ પણ રખડતા (SSG Hospital Controversy) શ્વાનોની સમસ્યા સામે આવી હતી. જેને લઈને ફરી એક વખત SSG હોસ્પિટલમાં રખતડા શ્વાનોન જોવા મળી આવે છે. જૈ પૈકી એક શ્વાન તો કોથળી ફાડીને તેને મોંઢામાં રાખીને ક્યાંક જતું હોવાનું જોવા મળ્યું હતું.
દર્દીઓના મનમાં ચિંતાનું મોજુ મધ્ય ગુજરાતની આ હોસ્પિટલમાં ગુજરાતભરમાંથી જ નહિ પરંતુ રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર (Stray dogs in hospital) માટે આવતા હોય છે, ત્યારે રાત્રીના સમયે હોસ્પિટલમાં રખડતા શ્વાનો બેફામ ફરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. પરંતુ અહિંયાનું તંત્ર જાળવણી માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થયાની અનેક ઘટનાઓ અગાઉ પણ આવી ચુકી છે. અગાઉ SSG હોસ્પિટલમાં દર્દીઓ પાસે શ્વાનો બિલાડી ફરતા હોવાનો તેમજ મેડિકલ વેસ્ટમાં પશુ મોઢું મારતા હોવાના વિડીયો સામે આવ્યા છે. આટલી ગંભીર સમસ્યા છતાં તંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. જેનો પુરાવો આજે વધુ એક વખત સામે આવ્યો છે.
આ પણ વાંચો 5 ધારાસભ્યો નહી પણ કુતરા સુતેલા હતા: આપનું સરવૈયુ કરતી બીજેપી
સત્તાધીશોએ કમર કસવી પડશે SSG હોસ્પિટલમાં આવેલા કોવિડ વોર્ડની બહાર દર્દીઓના પરિચીત સુતા હતા ત્યાં રખડતા શ્વાનો જોવા મળી આવે છે. જ્યાં લોકો લોબીમાં સુઈ રહ્યા છે, ત્યાં જઈને તેઓ લોકોને સુંઘે છે અને કંઇક લાગે તો ચાટે પણ છે. આ તમામ વીડિયોમાં જોઇ શકાય છે. જે બાદ એક શ્વાન ક્યાંકથી થેલી લાવાની તેને ફાડી નાંખે છે. તેને મોંઢામાં રાખીને ત્યાંથી બહાર જવાનો પ્રયાસ કરે છે. જે રીતે શ્વાનેએ થેલી ફાડી નાંખી તેવી રીતે કોઇ દર્દીના આવા હાલ ન થાય તે માટે સત્તાધીશોએ કમર કસવી પડશે. શ્વાનો અને દર્દીઓ વચ્ચે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સત્તાધીશોએ કડકાઇ દાખવવી પડશે. Dog at Vadodara SSG Hospital, Vadodara SSG Hospital Controversy, stray dogs in india, hospital dog breeds, Dog torture, Dog bites, rampage dog