- એમ.એસ.યુનિવર્સીટીમાં ABVP દ્વારા અનોખો વિરોધ
- યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બોમ્બ ફોડી ઉગ્ર સુત્રોચાર કર્યા
- કોમર્સ-આર્ટસમાં 50 ટકા સિલેબસ ઓછો કરવા માગ કરાય
વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીના અભ્યાસ ક્રમમાં 50 ટકા ઘટાડો કરવાની માગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી અગ્રણીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બોમ્બ ફોડી ઉગ્ર સુત્રોચાર સાથે અનોખો વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી એક વખત ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીના અભ્યાસ ક્રમમાં 50 ટકા ઘટાળો કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
એમ.એસ. યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે આજે ABVP દ્વારા 50 ટકા કોર્સમાં ઘટાડા મુદ્દે ભારે સૂત્રોચ્ચાર અને યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે બોંમ્બ ફોડી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા, વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અગાઉ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધવામાં આવ્યો હતો અને હેડ ઓફીસ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. જ્યારે આજે વધુ એક વખત ABVPએ યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે હલ્લા બોલ મચાવ્યો હતો અને જો માગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.