વડોદરા જ્ઞાન વત્સલ સ્વામી ( Dr Gyan Vatsal Swamy ) એ પોતાની આગવી છટામાં જણાવ્યુ હતું કે હાલમાં એક એવી હકીકત સામે આવી રહી છે કે લોકોના ઘર સારા થવા લાગ્યા છે. પરંતુ કુટુંબ છુટા પડી રહ્યા છે. હાલમા લોકોના ઘરની આવકમાં વધારો થવા માંડયો છે. દેશમાં અને શહેરમાં મોટી મોટી ઇમારતો બનવા માંડી છે. જેની સામે લોકોનું ચારિત્ર્ય તળીયે આવવા માંડયું છે. લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પરંતુ સંસ્કાર ઘટતા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ જ્ઞાન વત્સલ સ્વામી ( Dr Gyan Vatsal Swamy ) એ વધુમાં જણાવ્યું કે આપણા જીવનમાં શિક્ષણ અગત્યનું છે તેની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ અગત્યના છે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ( Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Vadodara )ઉપક્રમે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી અનેકવિધ આયામો સમગ્ર વર્ષ દરમિયાન થતા રહ્યા છે. જેવા કે પારિવારિક શાંતિ અભિયાન દ્વારા સંસ્થાના સમર્પિત કાર્યકરો દ્વારા શહેરના લાખો લોકોના ધરે જઈ કુટુંબમાં પરસ્પર સંવાદિત જળવાઈ રહે તેની સમજ આપી હતી.
વ્યસનમુક્તિ અભિયાન હાથ ધર્યું બાળકોએ કોરોનાના કપરા કાળના બે વર્ષ પછી મળેલ વેકેશનમાં ગિરિમથકોમાં ફરવા જવાના બદલે શહેરમાં એક લાખથી વધુ લોકોનો સંપર્ક કરી વ્યસનમુક્તિ અભિયાન હાથ ધર્યું હતું. તે જ રીતે સંસ્થાની બાળાઓએ પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં એક લાખથી વધુ ફુટુંબોનો સંપર્ક કરી પાણી બચાવો, વીજળી બચાવો તથા પર્યાવરણ સુધારો આ વિષય સમજ પૂરી પાડી હતી.
પ્રવચન શૃંખલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ( Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Vadodara )ને હવે બે માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે શહેરીજનોને જીવન જીવવાના સાત અમૂલ્ય રત્નો વિષયક પ્રવચન શૃંખલા દ્વારા ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી ( Dr Gyan Vatsal Swamy ) નવલખી મેદાનમાં તારીખ 14 તથા 15 ઓક્ટોબરના રોજ રાત્રે 8થી 9 દરમિયાન જ્ઞાનલાભ આપનાર છે.